ચૂંટણી પહેલા યુવરાજસિંહની હુંકાર યુવાનોના હકની લડાઇ માટે રાજકારણમાં જોડાવુ પડે તો જોડાવીશું

0
91

રાજ્યમાં લેવાયેલી સ્પર્ધાત્મક પરીક્ષામાં પેપર ફૂટવાની ઘટનાને લઇ સરકારી ભરતીની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓ પર ઘેરા પત્યાઘાત પડ્યા હતા તેમજ સરકાર પેપર ફૂટવાના કાંડને ઉજાગર કરતા અને વિદ્યાર્થી સાથે હરહંમેશ લડત આપનાર વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ પેપર ફૂટવાના કાંડને લઇ જવાબદાર લોકો વિરુદ્ર કાયદેસરની કાર્યવાહી કરવા માગ કરાઇ હતી જેમાં યુવરાજસિંહે જણાવ્યુ કે ઘણા દુખ સાથે કહેવુ પડી રહ્યો છે પેપર ફૂટવાના સાત મહિના હોવા છતાંય જવાબદારો સામે કોઇ પણ દંડાત્મક કે સજાત્મક કાર્યવાહી કરવામાં આવી નથી અને કોઇપણ પ્રકારના એકશન લેવાયા નથી.

આ અંગે યુવરાજ સિંહ જાડેજાએ મિડિયા સમક્ષ આવી કહ્યુ કે સરકાર દ્રારા કહેવામાં આવ્યુ હતુ કોઇ પણ માહિતી પ્રેસ કોન્ફરન્સ કરી જાહેર ન કરશે કોઇપણ માહિતી હોય તો અમને આપવા વિનંતી તેને ધ્યાનમાં રાખી ગુજરાત સરકારના વહીવટ વડા પોલીસ ડિપાર્ટમેન્ટના મુખ્યવડાને અમે સબ ઓડિટર ,ઓડિટર ATDO , MPHW અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની આધારપુરાવા સાથેના દસ્તાવેજ પેપર કયાથી લીક થયુ કોણે લીક કર્યુ કંઇ ગાડીમાં આવ્યુ કંઇ તારીખ લાવવામાં આવ્યુ અને પેપર લેનાર વિદ્યાર્થીઓના નામ પણ એ સમયે જાહેર કર્યા હતા સરકારે આ બાબત અંગે આશ્વાસન આપ્યુ હતુ કે જવાબદારો સામે પગલા ભરીશું પરંતુ આજે દુખ સાથે કહેવુ પડે છે કે સરકારી ભરતીમાં જે તે જવાબદાર વ્યકિત સામે પગલા કે એકશન લેવામાં આવ્યુ નથી ATDO વિભાગમાં તો કેટલીક લોકોની નિમણૂંક પણ મળી ગઇ છે ને આવનાર થોડાક દિવસમાં સરકાર ઓડિટર, સબઓડિટર નિમણૂંક આપવા જઇ રહી છે જે ભ્રષ્ટાચારી અને ગેરરિતીઓ અચારનાર સિસ્ટમના સડાને અટકાવવા અને દુર કરવા યુવરાજસિંહે આવનારા દિવસોમાં જે સરકારી ભરતીમાં કૌભાંડ થયા છે ભ્રષ્ટ્રાચાર થયા છે અને ગેરરિતીઓ થઇ છે તેને દુર કરવા આગમી દિવસોમાં બંડ પોકારવાની વાત કરી છે તેમજ ઉર્જાવિભાગ પર પી જી વી સી એલ અને યુ જી સી વી એલ આસિન્સટ ઇજનેર અને સબ આસિન્સટ ઇજનરે ભરતીમાં કૌભાંડ થયા હોવાના પણ આરોપો કર્યા છે.

યુવરાજસિંહે ફરી એકવાક આવનારા દિવસોમાં યુવાનો માટે લડત લડવાની વાત કરે છે અને આના માટે રાજકારણ પડે જવુ પડશે તો ભાગ ભજવીશુ તેવી વાત કરી છે વર્તમાનમાં સરકારનો જે મુદ્દા છે તેને લઇને પણ ઓકટોબરમાં આવાજ ઉપાડીશું આગામી દિવસોમાં ગાંધીનગરમાં યુવાનોનું મહાસંમેલન કરવાની પણ તૈયારી દર્શાવી છે જેમાં 50 હજારથી 1 લાખ સુધી યુવાનોને ભેગા કરવાની વાત કરી છે