કચ્છની રાપર બેઠક પર ભાજપના ઉમેદવારે કોંગ્રેસના ઉમેદવારને સુરક્ષા આપવા માટે જિલ્લા પોલીસ વડાને લખ્યો પત્ર

0
58

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીનો જબરજદસ્ત માહોલ જામ્યો છે અને ચૂંટણી લઇને નવી -નવી બાબતો પણ પ્રકાશમાં આવી રહી છે. તમામ નેતાઓ પોતપોતાની રીતે પ્રચાર પ્રસાર જોતરાઇ ગયા છે. ત્યારે ભાજપના એક ઉમદવારે કોંગ્રેસના ઉમેદવાર માટે સુરક્ષાની માગ કરી છે.રાપર વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવાર વિરેન્દ્ર સિંહ જાડેજા જિલ્લા પોલીસ વડાને પત્ર લખી કોંગ્રેસના ઉમેદવાર બચુ ભાઇ અરેઠિયાને સુરક્ષા આપવાની માગ કરતા રાજ્કીય બેડામાં ખળભળાટ મચી જવા પામ્યું છે

 

કચ્છના રાપર વિધાનસભા બેઠક પરથી ભાજપમાંથી વિરેન્દ્રસિંહ જાડેજા અને કોંગ્રેસમાંથી બચુ અરેઠિયાને ટિકિટ આપવામાં આવી છે જેમાં પત્રમાં એવો પણ લખ્યુ છે કે કોંગ્રેસ ઉમેદવાર પોતાના પર હુમલો પણ કરાવી શકે છે અને રા્જકીય ષડયંત્ર કરી ભારતીય જનતા પાર્ટીને બદનામ કરશે જોકે કોંગ્રેસ હાર ભાળી ચૂકી છે તેવો પણ પત્ર ઉલ્લેખ કર્યો છે

પ્રચાર પ્રસાર દરમિયાન હવે ગુજરાતની જનતા પોતાના ધારાસભ્યો સામે કામનું હિસાબ માગી રહી છે સંતોકબહેન અરેઠિયા જે વર્તમાન ધારાસભ્ય છે જેમાં જનતાએ તેમને પણ ઘેર્યા હતા અને છેલ્લા 5 વર્ષમાં કેટલા વિકાસના કર્યો થયા છે તેનો સીધો હિસાબ આપવા જણાવ્યુ હતું