ગુજરાત રાજસ્થાન બોર્ડર ચેકપોસ્ટ પર પોલીસ જવાનો દ્વારા ચેકીંગ હાથ ધરાયું

0
42

ઝાલોદ તાલુકાના ધાવડિયા ચેકપોસ્ટ ખાતે આદર્શ આચાર સંહિતાનો ચુસ્તપણે અમલ જોવા મળ્યો.
ગુજરાત અને રાજસ્થાન બોર્ડર પર પોલીસ અને આર્મીના જવાનોને દ્વારા દરેક વાહન અને વ્યક્તિ પર નઝર અને ચેકિગ હાથ ધરાયું હતું

ઝાલોદ વિધાનસભા રાજસ્થાન બોર્ડર નજીક આવેલ હોવાથી અતિસંવેદનશીલ માનવામાં આવે છે

રાજસ્થાન બોર્ડર પરથી ઘણી ‌વાર મોટી માત્રામાં દારુ ની ઘૂસણખોરી થતી અટકાવાય હતી

આમ હાલ રાજ્ય મા ર૦રર વિધાનસભા ચુંટણી ની જાહેરાત થતાં દરેક જીલ્લા મા આચાર સંહિતા નો અમલ મુકાય ગ્યો છે

ત્યારે દાહોદ ઝાલોદ વિધાનસભા આદર્શ આચાર સંહિતાનો ચૂસ્ત અમલવારી જોવા મળી આવે છે

ચુંટણી પ્રક્રિયા મુક્ત અને ન્યાયી વાતાવરણમાં યોજાય તે માટે તમાંમ વ્યવસ્થાઓ જીલ્લા મા જોવા મળી આવે છે

જ્યારે દાહોદ જીલ્લા ની ચૂંટણી બીજા તબક્કામાં મા યોજાશે
ત્યારે ઝાલોદ નજીક રાજસ્થાન બોર્ડર પર થી દારુ ની ઘુસણખોરી તેમજ અન્ય કોઈ ગુનાહીત પ્રવુતિ અટકાવવા માટે પોલીસ જવાનો અને આર્મીના જવાનોની નિગરાની મા દરરોજ ચેકિગ હાથ ધરાય છે

આમ શાતિ અને કાનુન વ્યવસ્થા જળવાઈ અને શાંતિ પૂર્ણ માહોલમાં ઈલેકશન થાય તે માટે ખાસ ચેકપોસ્ટ પર દરેક વાહન અને વ્યક્તિ ની ઓળખ થયા પછી જ ગુજરાત રાજ્ય મા પ્રવેશ આપવામાં આવે છે