પ્રાંસલામાં ર૦મી રાષ્ટ્રકથા શિબિરમાં CM વિજયભાઇ રૂપાણીએ રસપ્રદ સંવાદ કર્યો

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ વિશ્વના સૌથી વધુ યુવાશકિત ધરાવતા ભારતમાં યુવાવર્ગોને શિક્ષા સાથે દિક્ષાથી સજ્જ થવાની અનિવાર્યતા સમજાવી છે. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, રાષ્ટ્રપુરૂષો-મહામાનવોના જીવન સંદેશને આત્મસાત કરી દેશ માટે જીવવું દેશ માટે ફના થઇ જવુંનો પ્રબળ રાષ્ટ્રપ્રેમ પ્રત્યેક યુવામાં જાગે તે આવશ્યક છે. તેમણે સ્પષ્ટપણે ઉમેર્યુ કે, રાષ્ટ્રવાદ એ જ સાચો નાગરિક ધર્મ છે તેને આત્મસાત કરવા રાષ્ટ્રકથા શિબિર જેવા રાષ્ટ્રચેતના જગાવતા માધ્યમોથી યુવાશકિત ભારતભકિત પ્રત્યે પ્રેરિત થાય છે. CM વિજયભાઇ રૂપાણીએ ઉપલેટા તાલુકાનાં પ્રાસંલા ખાતે શ્રી વૈદિક મીશન ટ્રસ્ટ ધ્વારા આયોજિત ૨૦મી રાષ્ટ્રકથા શિબિરમાં ઉપસ્થિત ૧૫ હજારથી વધારે યુવા વિધાર્થીઓને સંબોધન કર્યુ હતું.

Share

Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.

Leave a Reply

Your email address will not be published.

WP Twitter Auto Publish Powered By : XYZScripts.com