દરેક ભારતીય મહિલાએ અા ફિલ્મો જરૂરથી જોવી જોઈએ

મહિલાઓ મુદે બોલિવુડમાં હવે ખુબ સારી ફિલ્મો બનવા લાગી છે, છતાં આ બાબત અલગ છે કે ભારતીય ફિલ્મો હીરોપ્રાધાન્ય વાળી હોવાની ફરિયાદ ઉઠી રહી છે. આજે અાપણે અેવી ફિલ્મોની વાત કરીશું જે ફિલ્મો દરેક ભારતીય મહિલાએ જોવી જોઈએ, આ ફિલ્મોમાં મહિલાઓ સાથે થયેલો દુર્વ્યવહાર દર્શાવવામાં આવ્યો છે સાથે સાથે મહિલાઓ કેટલી શક્તિશાળી છે તેનો પણ પરચો મળ્યો છે.
ફેશન- કહેવાય છે કે મોડલિંગનો રસ્તો સીધો બૉલિવુડના દરવાજા ખોલે છે. આ ફિલ્મ ગ્લેમરસ અને ઝગમગતી દુનીયાની પાછળનો કદરૂપો અને વરવો ચહેરો રજૂ કરે છે અને અા ફિલ્મમાં તમે તેમા ફસાયેલી મહિલાઓને તમે જોઈ શકો છો.
સાત ખૂન માફ- પ્રિયંકા ચોપડાની ભવ્ય ફિલ્મ, જિંદગીમાં જીંદાદિલી અને પ્રેમમાં માયૂસી સાત ખૂન માફની સુઝાના (પ્રિયંકા ચોપાડા) ફેશનેબલ છે, બોલ્ડ છે, અમીર અને શાતિર મહિલા છે પ્રેમની શોધમાં 6 પુરુષો સાથે પ્રેમ કરે છે અને લગ્ન પણ કરે છે. પરંતુ કોઈ પતિ જાલીમ નિકળે છે તો કોઈ નશાખોર, કોઈ શાયર છે, તો કોઈ બેવફા કોઈને સુઝાનાના પૈસાંમાં રસ હોય છે, તો કોઈ બ્લેકમેલર છે સુઝાના પણ તેની મરજીની માલિક છે જયારે દરેક પતિથી નિરાશા હાથ લાગે છે, ત્યારે તે તેઓના ખૂન કરી નાખે છે.
ડર્ટી પિક્ચર- તે કરો તો રાસલીલા અને હું કરું તો કૅરેક્ટર ઢિલા, પર સીધો કટાક્ષ કરતી ફિલ્મ હતી વિદ્યા બાલનની ધ ડર્ટી પિક્ચર્સ. 80ના દાયકામાં દક્ષિણની સિલ્ક સ્મિતાના જીવન પર અાધારિત અા ફિલ્મ એક ગરીબ છોકરીને રેશમાથી સેન્સેશન્સલ સ્ટાર સિલ્ક બનવું અને પછી તેને ખુબજ સફળતા બાદ નિષ્ફળતા મળે છે તે ડાન્સર જે તક પ્રાપ્ત કરવા માટે જ તેના સેન્સેશન્સલ અદાઓથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને જણાવે છે કે કે તે સ્ટાર બનવા માટે ગમે તે કરી શકે છે. એકવાર આ ફિલ્મ તમને ચિપ અને ભદી પણ લાગી શકે છે પણ તમે સિલ્કની મજબૂરી અને તેના પીડાને અનુભવી શકો છો
બેન્ડીટ ક્વિન- ફૂલનદેવીના જીવન પર આધારિત આ ફિલ્મનું નિર્દેશન શેખર કાપૂરે કર્યું હતું એક ગામડાની છોકરીની કથાને બતાવવામાં આવી છે કે કેવી રીતે એક માસુમ, નિર્દાષ છોકરી, સમાજ અને કાયદાના અત્યાચાર પછી ડાકુરાણી થઈને હિસાબ ચૂકતે કરે છે અને પછી રાજકારણમાં ઉતરી પોતાનાં દમ પર પણ અાગળ અાવે છે.
લજ્જા- લજ્જા 4 જુદી જુદી મહિલાઓની વાર્તા છે જે આ પુરુષ પ્રધાન સમાજમાં લડે છે. કેટલીક પરિસ્થિતિઓ પછી ચાર મહિલાઓને એક સાથે આવે છે અને પછી સૌની સાથે લડી ઝડબાતોડ જવાબ અાપે છે.
ઝુબૈદા- આ ફિલ્મમાં ઝુબૈદા એક હિન્દુ યુવરાજની બીજી પત્ની બને છે. ત્યાર બાદ ઝુબૈદાના જીવનમાં જે સંઘર્ષ અાવે છે તે અેક નારીની મનની દશાનો જોરદાર ચિતાર અાપે છે.
ચાંદનીબાર- બાર ડાન્સર્સની જીંદગી પર બનેલી આ ફિલ્મ, તમારી સામે સમાજનો બદલતો ચહેરો દર્શાવી જાય છે.

Share

Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.

Leave a Reply

Your email address will not be published.

WP Twitter Auto Publish Powered By : XYZScripts.com