PCA સ્ટેડિયમમાં ભારત-ઓસ્ટ્રેલિયા T20 મેચ માટે સ્ટુડન્ટ આઈડી કાર્ડ બતાવીને મેચની ટિકિટ મેળવી શકાશે, ઓનલાઈન ઓફલાઇન બંન્ને રીતે મળશે ટિકિટ

0
109

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રણ ટી-20 મેચોની સિરીઝ મોહાલીના PCA સ્ટેડિયમથી શરૂ થશે. પ્રથમ મેચ અહીં 20 સપ્ટેમ્બરે રમાશે. આજથી સ્ટેડિયમની બહાર વિદ્યાર્થીઓને ટિકિટ આપવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે.

વિદ્યાર્થીઓએ તેમની શાળા/કોલેજનું ઓળખ પત્ર બતાવવાનું રહેશે. તેમના માટે ટિકિટનો દર 300 રૂપિયા રાખવામાં આવ્યો છે. જોકે 10 હજાર રૂપિયા મેચની ટિકિટ પણ છે.જણાવી દઈએ કે, રવિવારે વિદ્યાર્થીઓ ટિકિટ લેવા સ્ટેડિયમ પહોંચ્યા હતા, જ્યારે ટિકિટ સોમવારથી મળવાની હતી.

ક્વીન એલિઝાબેથના અવસાન બાદ રાષ્ટ્રીય શોક તરીકે 11 સપ્ટેમ્બરે ટિકિટનું વેચાણ અટકાવી દેવામાં આવ્યું હતું. અગાઉ ટિકિટ માટે 11 સપ્ટેમ્બરની તારીખ નક્કી કરવામાં આવી હતી. PCA સ્ટેડિયમમાં 26,950 દર્શકોની બેઠક ક્ષમતા છે. આ એક વર્લ્ડ ક્લાસ સ્ટેડિયમ છે અને અહીં ઘણી આંતરરાષ્ટ્રીય મેચો યોજાઈ છે. સ્ટુડન્ટ ટિકિટ સિવાય પેટીએમ પરથી સ્ટેન્ડ વાઇઝ ટિકિટનું વેચાણ ઓનલાઈન થઈ રહ્યું છે. ઓનલાઈન ટિકિટ સવારે 11 વાગ્યાથી ઉપલબ્ધ થશે.

મેચ 20 સપ્ટેમ્બરે સાંજે 7.30 કલાકે શરૂ થશે. તમને જણાવી દઈએ કે શ્રેણીની બીજી મેચ 23 સપ્ટેમ્બરના રોજ વિદર્ભ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ, નાગપુરમાં અને ત્રીજી ફાઈનલ મેચ રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમ, હૈદરાબાદમાં રમાશે. બંને મેચો પણ સાંજે 7.30 વાગ્યે શરૂ થશે.