રાજ્યમાં એક તરફ વિધાનસભાની ચૂંટણી માથે છે બીજી તરફ કોન્ટ્રકચ્યુલ કર્મચારી પોતાના શોષણને પગલે ચૂંટણીટાણે પોતાની રજૂઆત સંતોષશે તેવી અપેક્ષા સાથે કોર્પોરેશન સામે મોરચો માડ્યો છે.અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં મેલેરિયા વિભાગ છેલ્લા કેટલાક સમયથી કર્મચારીઓની આર્થિક શોષણ થતી હોવાની બુમરાણ ઉઠવા પામી છે આ અંગે તેઓ દ્રારા અમદાવાદની મુખ્ય ઓફિસ ખાતે વિરોધ પ્રદર્શન કરી પોતાની રજૂઆત પણ ઉચ્ચઅધિકારીઓને કાને ધરી હતી જોકે હજુ સુધી તેના પર કોઇ પણ પગલા ન આવતા કર્મચારી સંગઠન રોષ ફાટી નીકળ્યો છે
ગુજરાત હોસ્પિટલ કમૅચારી મંડળ ના દ્વારા ઉપચારીક મિટિંગ કરવામાં આવી હતી અને આગામી રણનિતી ઘડવામાં આવી હતી જેમાં R.W.A.ના (૬) ઝોન માં મ્યુનિસિપલ કોર્પોરેશન મેલેરિયા ખાતાઓ ના કામદારો ના સળંગતા પ્રશ્ર્નનો બાબતે ગુજરાત હોસ્પિટલ કમૅચારી મંડળ ના પ્રમુખ પંકજ કુમાર ડી સોલંકી ની ઉપસ્થિતિ માં R W A શોષિત પીડિત કામદારો ને રોજીંદા કામદાર માં સમાવેશ કરવામાં આવે સાથે તમાંમ લાભો આપવા માં આવે તેના સંદર્ભ એ તા ૧/૧૦/૨૨ ના રોજ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું મ્યુનિ કમિશનર અને M.O.Hને સાથે અન્ય લાગતાં વળગતા તંત્ર ને આ ઉપરોક્ત ના અન્વયે આચાર સંહિતા લાગુ પડે તે પહેલા R.W.A. જેવો કોરોના કાળ દરમિયાન પોતાના આરોગ્ય તેમજ પરિવાર, બાળકો, ની ચિંતાજનક વગર કોરોના પોઝિટિવ પેશન્ટ જેતે વિસ્તારમાં મુત્યુ પામેલા હતાં તે વિસ્તારમાં, ગલી મ્હોંલામા, સોસાયટી જઇને ફરજ બજાવતા હતા હોવા છતા માત્ર કોરોના વોરિયર્સ નામ આપવાથી પુરું નથી થઇ જતું આજે કોર્પોરેશન દ્રારા ગરજ સારી અને વૈધી વેરી જેવી સ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે તેમજ કર્મચારીઓ દ્રારા એવો આરોપ છે કે મ્યુનિ કોપૉરેશન તંત્ર દ્વારા છેલ્લા ઘણાસમયથી શોષણ કરવામાં આવી રહ્યો છે છે ખુબજ ઓછાં વેતનમાં શોષણ થાય છે આજીવિકા માં અન્યાય કરવામાં આવે છે તેવો ને ન્યાય મળે તેવો ના પ્રાણ પ્રશ્ર્ન અંગે નિરાકરણ લાવવા માટે દરેક R W.A.કામદારો સ્પોર્ટ મળે અને બધા સાથે મળીને પ્રશ્ર્ન અંગે નિરાકરણ લાવવા રજૂઆત કરવામાં આવી છે.