વાપીની હોટલ માધવ નું ગેરકાયદે બાંધકામ હઠવવા મામલે તંત્રની ખોખો ની રમત !

    ગરીબો ના પાથરણા અને લારીઓ દૂર કરનાર બહાદુરો અહીં ફરકતા પણ નથી !

માધવ પેઢીના ભાગીદારો મયુર જયંતીલાલ ભૂત, અશોક ઠક્કરસી મનવાર ,અલ્પેશ શામજીભાઈ કાલવાડિયા ને અગાઉ નોટિસો અપાઈ ચુકી છે અને સ્વેચ્છાએ બાંધકામ હટાવવા જણાવાઈ ચૂક્યું હોવા છતાં બાંધકામ યથાવત

વલસાડ: વલસાડ શહેર અને જિલ્લા માં ગેરકાયદે બાંધકામો નો જમેલો મોટી સંખ્યા માં હોવા છતાં તંત્રવાહકો છાશ ફૂંકીને પી રહયા છે, વાત કરવી છે ,વાપી શહેર ની કે જ્યાં માધવ નામની હોટલ ના ભાગીદારો દ્વારા ગેરકાયદે બાંધકામ ધબેડી દેવામાં આવ્યું હોવાછતાં તંત્ર વાહકો નોટિસો આપીને મન મનાવી રહ્યા છે અને કેટલાય સમય થી આ સિલસિલો ચાલતો આવી રહ્યો છે, આ પૈકી એક નમૂનો અહીં પ્રસ્તુત કરીયે છીએ જેમાં વાપી પાલિકા દ્વારા જવાબદારો દ્વારા કરાયેલ અરજી સામે શુ જવાબ અપાયો છે, ઉપરોક્ત માધવ હોટલ ના ભાગીદારો ને જણાવાયું છે કે મોજે વાપીના સી.સ.નં.૧૯૩૨ વાળી જમીન માં કૃત્યદાર મહેબૂબખાન શબ્બીરખાન પઠાણ, ઝહીરખાન શબ્બીરખાન પઠાણ દ્વારા નગર પાલિકા ના પરવાનગી ક્રમાંક:૪૨,તા.૯/૯/૨૦૧૦ થી આપેલ પરવાનગી વિપરીત સત્તામંડળ ની પરવાનગી વગર અનધિકૃત રીતે મંજૂર રહેણાંક ની જગ્યામાં તથા મંજુર કોન્સસોલિડેટેડ ઓપન પ્લોટ (કોમન પ્લોટ) ની જગ્યા માં તથા ને.હા.નં.48 ના માર્જિનવાળી જગ્યામાં કરેલ અનધિકૃત બાંધકામ ગુજરાત ટાઉન પ્લાનિંગ એન્ડ અર્બન ડેવલપમેન્ટ એકટ -૧૯૭૬ ની કલમ ૨૯(૫)૩૬ હેઠળ કૃત્યદાર ના ખર્ચે અને જોખમે દૂર કરવા તથા મૂળ સ્થિતિમાં પુનઃસ્થાપિત કરવા માટે સ્વખર્ચે તા.૧૫/૧/૨૦૧૮ સુધીની સમય મર્યાદા માં દૂર કરવા જણાવાયું હતું ,ત્યારબાદ ના ઘટના ક્રમ માં અગાઉ તા.૧૩/૧૦/૨૦૧૭ ના રોજ ની ટાઉન પ્લાનિંગ કમિટી ની સત્તા મંડળ ની બેઠક માં રાજ્ય સરકારશ્રી માં મેં.કલેક્ટર શ્રી ના પ્રતિનિધિ તરીકે નાયબ કલેક્ટર (રાજ્ય સરકારશ્રી ના અધિકારી) , નગર નિયોજન શ્રી વલસાડ, ચીફ ઓફિસર અને તમામ સભ્યો ની હાજરી માં કૃત્યદાર ઝાહિરખાન પઠાણ અને હોટલ સંચાલક મયુર ભૂત હાજર રહ્યા હતા તથા તેઓ સ્વખર્ચે ગેરકાયદે બાંધકામ દૂર કરવા સંમત થયા હતા, જોકે , હજુ સુધી તેવું થયું નથી ત્યારે આ કામ હવે કોણ કરશે તે નક્કી થતું નથી.

Share

Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.

WP Twitter Auto Publish Powered By : XYZScripts.com