રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીનો જબરજસ્ત માહોલ જામી ચુક્યા છે અને તમામ રાજ્કીય પાર્ટીના ઉમેદવારો નેતાઓ પોતાના મતવિસ્તારની મુલાકાતઓ લઇ રહ્યા છે સભાઓ ગજવી રહ્યા છે અને પોતાની તરફેણ મતદાન થાય તે માટે જનતાને રિઝવવાનો પ્રયાસ કરી રહ્યા છે તેમજ કેટલીક વખત પ્રચાર પ્રસાર દરમિયાન હરીફ નેતાઓ એક બીજાના સામ-સામે પણ આવી જતા હોય છે. દરેક ઉમેદવારો પોતાના કાર્યકરો ખાસ ચિંતા કરતા હોય છે જે કોઇ ડરાવે ધમકાવે તેને લઇ નિવેદન આપતા હોય છે થોડાક સમય આગાઉ વડોદરાના વઘોડિયાના અપક્ષ ઉમેદવાર મધુશ્રીવાસ્તવે કાર્યકરોને લઇને નિવેદન આપ્યુ હતું જે ખૂબ ચર્ચામાં રહ્યુ હતું અને હવે ત્યાર બાદ મહેસાણા ખાતે ભાજપના નેતા શંકર ચૌધરીએ હરીફોને ગર્ભિત ધમકી આપી છે
જેમાં તેમણે કહ્યુ કે પ્રજાને કોઇ રંજાડવાનો કામ કરશે તો એ દુશ્મનાવટ શંકર ચૌધરીથી કરશે તેમ માનજો અને કોઇ પણ ભાજપના કાર્યકર્તાને હેરાન કરવાના પ્રયાસ કરશે તો તે તમામને એ જ ભાષામાં જવાબ આપવામાં આવશે કાર્યકર્તાઓ અને પ્રજા માટે માથુ ઉતારીને મૂકવાવાળો છું હું તેવી વાત શંકર ચૌધરીએ કરી હતી