આ રાજ્યમાં નવવિવાહિત દંપતીને સરકાર આપશે કોન્ડોમ અને પ્રેગનેન્સી ટેસ્ટ કિટ

ઉત્તર પ્રદેશની યોગી આદિત્યનાથની સરકારે રાજ્યમાં નવ પરિણીત યુગલોને શુકન રૂપે ખાસ ગિફ્ટ આપવાની યોજના બનાવી છે. સરકારે અત્યારે આ યોજના 57 જિલ્લાઓમાં શરૂ કરી છે. યૂપી સરકારની આ નવી યોજના રાષ્ટ્રીય સ્વાસ્થ્ય મિશન દ્વારા સંચાલિત ‘નઈ પહલ’ સ્કીમનો એક ભાગ છે. હવે સ્વાસ્થ્ય વિભાગ આ જિલ્લાઓમાં નવ પરિણીત યુગલોને શુકનરૂપે કૉન્ડોમના પેકેટ, ગર્ભનિરોધક દવાઓ, પ્રેગ્નેન્સી ટેસ્ટ કિટ ઉપરાંત રોજિંદા વપરાશમાં આવતી વસ્તુઓ જેવી કે – કાંસકો, બિંદી, રૂમાલ, ટૉવલ વહેચશે. આ શુકનની અંદર મેરેજ રજિસ્ટ્રેશન ફોર્મ પણ હશે. શુકનની આ કિટની સાથે સ્વાસ્થ્ય વિભાગની તરફથી એક પત્ર પણ અપાશે, જેમાં પરિવાર નિયોજનના ફાયદાઓ વિશે જણાવાશે. આ પત્ર દ્વારા નવ પરિણીત યુગલોને 2 કે તેથી ઓછા બાળકો રાખવા માટે પ્રોત્સાહિત કરવામાં આવશે. વાસ્તવમાં આ પ્રકારનું શુકન આપવા પાછળનું સરકારનો હેતુ છે કે, લોકો પરિવાર નિયોજન પ્રત્યે વધારે જાગૃત બને. સરકારે જે 57 જિલ્લાઓને અત્યારે આ યોજનામાં શામેલ કર્યા છે ત્યાં જન્મદર ઘણો ઊંચો છે. આ યોજનાને ઈલાહાબાદમાં પણ શરૂ કરવામાં આવી છે. નવ પરિણીત લોકો સુધી આ શુકન પહોંચાડવાની જવાબદારી આશા કાર્યકર્તાઓને સોંપવામાં આવી છે. આમાં આશા કાર્યકર્તા અને અન્ય સ્વાસ્થ્ય કર્મચારીઓ નંબર પણ આપવામાં આવશે.

Share

Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.

WP Twitter Auto Publish Powered By : XYZScripts.com