વડોદરામાં યુવકે પોતાની બહેન પર શંકા રાખી હત્યા નિપજાવાનો કર્યો પ્રયાસ

0
127

રાજ્યમાં કાયદા વ્યવસ્થાની સ્થિતિ પર અનેક સવાલો ઉઠી રહ્યા છે. લૂંટ હત્યા ખંડણી ગંભીર ગુનાઓમાં નોંધપાત્ર વધારો થઇ રહ્યો છે. રાજ્યમાં હવે હત્યાની ઘટના ખૂબ જ સામાન્ય બનતી હોય તેવી રીતે હત્યારાઓ બેફામ બની કાયદા વ્યવસ્થાને લીરેલીરા ઉડાવી રહ્ચા છે ગુનેગારોને પોલીસનો પણ ખૌફ રહ્યો નથી સંસ્કારી નગરી વડોદરાને અડીને આવેલા ગામમાં હત્યા કરવાનો પ્રયાસ કરતા પોલીસ દોડતી થઇ છે. ખટંબા ગામામાં એક યુવકે માતા અને બહેન પર ચપ્પા વડે જીવલેણ હુમલો કરી જાહેરમાં હત્યા નિપજાવાનો પ્રયાસ કર્યો હતો
મળતી માહિતી અનુસાર ખંટબાગામના કિષ્ણા વિલામાં રહેતા એક પરિવારમાં ભાઇએ જ પોતાની બહેન પર હુમલો કર્યો હતો જેમાં હેવાન યુવકે ફોરેન્સિક સાયન્સ અભ્યાસ કરતો વિદ્યાર્થી છે આર્થિક સંકડામણના ભોગ બન્યો હતો તેમજ યુવકે આવેશમાં આવી બહેન પર કોઇ બાબતને શંકા રાખી તેના પર છરીના ઘા ઝીંક્યા જેમાં બહેન ગંભીરરીતે ઇજાગ્રસ્ત થતા તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડયા હતા હતા જો કે ઘટનાને પગલે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા જો કે કોઇ યુવાન હેવાન જેમ હુમલો કરતો રહ્યો અને બચાવાની હિંમત કરી ન હતી જો કે યુવકની માતાએ બહેન બચાવવા વચ્ચે પડતા યુવકે માતાને પણ ઘા ઝીંક્યા હતા જેને લઇ પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને હત્યારા યુવકની ધરપકડ કરી હતી પોલીસે હત્યાની પ્રયાસો હેઠળ કલમો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.