IPL 2018 Auction શરૂ ખેલાડીઓ પર લાગશે બોલી

ઈન્ડીયન પ્રીમિયર લીગ (આઈપીએલ) 2018ની હરાજી બેંગલુરુમાં શરૂ થઈ ગઈ છે. સૌપ્રથમ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઇ) ના સીઈઓ રાહુલ જૌહરીએ આઇપીએલ હરાજીના સંચાલનની શરૂઆત કરી હતી.આઈપીએલના ચેરમેન રાજીવ શુકલએ તમામ ફ્રેન્ચાઈજીનો આભાર માન્યો.

હરાજીની શરૂઅાતમાં 16 નામાંકિત  ખેલાડીઓ પર બોલી લગાવવામાં અાવશે.અા તમામ ખેલાડીઓની કિંમત 2 કરોડ છે. બેન સ્ટૉક્સ (ઈંગ્લેન્ડ), રવિચંદ્રન અશ્વિન (ભારત),શિખર ધવન (ભારત), યુવરાજ સિંહ (ભારત), હરભજન સિંહ (ભારત), ગૌતમ ગંભીર (ભારત), અજંક્ય રહાણે (ભારત),મિશેલ સ્ટાર્ક (ઓસ્ટ્રેલિયા),ક્રિસ ગેલ (વેસ્ટ ઈન્ડિઝ) અને ડ્વેન બ્રાવો (વેસ્ટ ઈન્ડિઝ) જેવા ખેલાડીઓનો સમાવેશ થાય છે.

પંજાબ, રાજસ્થાન, હૈદરાબાદ અને કોલકાતા ૩ વખત રાઈટ ટુ મેચ કાર્ડનો ઉપયોગ કરી શકે છે જયારે ચેન્નાઈ, મુંબઈ, બેંગ્લોર અને દિલ્હી બે વખત આ કાર્ડનો ઉપયોગ હરાજીમાં કરી શકશે. દરેક ફ્રેન્ચાઈઝી ઓછામાં ઓછા ૨૫ અને ન્યુનત્તમ ૧૮ ખેલાડી સામેલ કરી ટીમ બનાવી શકે છે અને તેના માટે તેમને પોતાના ૮૦ કરોડમાંથી ઓછામાં ઓછી ૭૫ ટકા રકમ ખર્ચ કરવી પડશે.

અાજે તમામ ક્રિકેટ રસીકોની નજર અા હરાજી પર હશે.

Share

Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.

WP Twitter Auto Publish Powered By : XYZScripts.com