ચાર દિવસથી ધરણા પર કેજરીવાલ

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના સાથી મંત્રીઓ સાથે ઉપરાજ્યપાલ અનિલ બૈજલના ઘર પર ધરણા આજે ચોથા દિવસે પણ ચાલુ છે. સોમવારથી ધરણા પર બેઠેલા કેજરીવાલ ચાર દિવસથી નહાયા વિના ધરણા પર બેઠેલા છે. ઉપરાજ્યપાલના ઘરના વેઈટિંગ રૂમમાં અરવિંદ કેજરીવાલ, મનીષ સિસોદિયા, સત્યેન્દ્ર જૈન અને ગોપાલ રાય પણ ધરણા પર છે. ચારેય લોકો પાસે એક જ વૉશરૂમ છે. ખાસ વાત એ છે કે અરવિંદ કેજરીવાલ સોમવાર સાંજથી અહીં ધરણા પર છે અને અહીં આવ્યા બાદ તેઓ નહાયા નથી. .
દિલ્હીના મુખ્યમંત્રી, ઉપમુખ્યમંત્રી અને બંને મંત્રી ધરણા પરથી જ જરૂરી સરકારી કામ કરી રહ્યા છે. કેટલાક કર્મચારી જ તેમને મળી રહ્યા છે અને તેમની પાસેથી જરૂરી હસ્તાક્ષર વગેરે લઈ રહ્યા છે. ચારેય નેતા સોફા પર જ સૂવે છે. નોકરશાહોની હડતાળ ખતમ કરાવવાની માંગને લઈને કેજરીવાલ સોમવાર સાંજે ઉપરાજ્યપાલને મળવા પહોંચ્યા હતા અને એક નાટકીય ઘટનાક્રમ બાદ તે ત્યાં જ ધરણા પર બેસી ગયા હતા.

Share

Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.

WP Twitter Auto Publish Powered By : XYZScripts.com