કિદામ્બી શ્રીકાંત ક્વાર્ટર ફાઇનલમાં, ભાવિના પટેલ પેરા ટેબલ ટેનિસની ફાઇનલમાં પહોંચી

0
54

કોમનવેલ્થ ગેમ્સનો 8મો દિવસ ભારત માટે ખૂબ જ ખાસ છે. આજથી કુસ્તી સ્પર્ધાઓ શરૂ થઈ રહી છે, આવી સ્થિતિમાં ફરી એકવાર ભારતની મેડલની આશા વધી ગઈ છે. ગત કોમનવેલ્થ ગેમ્સમાં ભારતે કુસ્તીમાં 12 મેડલ જીત્યા હતા જેમાંથી 5 ગોલ્ડ મેડલ હતા. ભારત આ વખતે પણ એવું જ પ્રદર્શન કરે તેવી અપેક્ષા છે. કુસ્તી સિવાય આજે ભારત બેડમિન્ટન, સ્ક્વોશ, એથ્લેટિક્સ અને ટેબલ ટેનિસ જેવી રમતોમાં પ્રવેશ કરશે.

સાથિયાન જ્ઞાનસેકરન પુરૂષ સિંગલ્સ મેચના રાઉન્ડ 32માં ઉત્તરી આયરલેન્ડના પોલ મેકક્રીરી સામે છે. સાથિયાન જ્ઞાનસેકરને પ્રથમ ગેમ 11-9થી જીતી હતી.

કિદામ્બી શ્રીકાંતે શ્રીલંકાના ડુમિંડુ અબેવિક્રમાને હરાવી રાઉન્ડ-16માં પુરૂષ સિંગલ્સ મેચની ક્વાર્ટર ફાઇનલમાં જગ્યા બનાવી છે. શ્રીકાંતે આ મેચ 21-9, 21-12થી જીતી હતી.

ટેબલ ટેનિસની મેન્સ સિંગલ્સની મેચના રાઉન્ડ 32માં ભારતીય ખેલાડી શરથ કમલનો સામનો ઓસ્ટ્રેલિયાના ખેલાડી ફિન લુ સાથે થયો હતો. આ મેચમાં શરથ કમલે ફિન લુને 4-0થી હરાવ્યું હતું. શરથ કમલે ફિન લુને 12-10, 11-8, 11-7, 11-6થી હરાવી પ્રી-ક્વાર્ટરમાં પ્રવેશ કર્યો હતો. શરથ કમલે ત્રીજી ગેમ 11-7થી જીતી હતી.

ભારતની એન્સી સોજેન ફાઈનલ માટે ક્વોલિફાઈ કરી શકી ન હતી. એન્જી ક્વોલિફિકેશન રાઉન્ડમાં 7મા નંબરે રહી હતી. તેનો શ્રેષ્ઠ પ્રયાસ 6.25 મીટર હતો.

સુરક્ષાના કારણોસર કુસ્તી ઈવેન્ટને અસ્થાયી રૂપે સ્થગિત કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે ભારતના અંશુ મલિક અને સાક્ષી મલિકને રમવાનું બાકી છે. કેટલીક ટેકનિકલ ખામીના કારણે કુસ્તીની મેચો રોકી દેવામાં આવી હતી, હવે બધું બરાબર છે. ભારતીય સમય અનુસાર 6 વાગ્યાથી મેચો શરૂ થશે.