અમેરિકન મલ્ટીનેશનલ ફાઇનાન્શિયલ સર્વિસ કોર્પોરેશન માસ્ટરકાર્ડે ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)ના વૈશ્વિક સ્પોન્સર તરીકે BharatPeનું સ્થાન લીધું છે. છેલ્લા એક વર્ષથી, માસ્ટરકાર્ડ કેટલાક આકર્ષક સ્પોન્સરશિપ કોન્ટ્રાક્ટ મેળવવાનું લક્ષ્ય રાખ્યું છે. પરિણામે, Mastercard એ Paytm પાસેથી ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) ના આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક મેચો માટેના મુખ્ય સ્પોન્સરશિપ અધિકારો પણ પ્રાપ્ત કર્યા છે.
IPLમાં પણ રસ દાખવ્યો-
Mastercard reportedly becomes global sponsor of ICC#Mastercard #ICC @mastercardindia @ICC https://t.co/CURP9tD2sM
— SportsMint Media (@sportsmint) May 10, 2023
નાણાકીય સેવા એકમે 2022ની સીઝન પહેલા ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં પણ રસ દાખવ્યો હતો, પરંતુ રૂપેએ તેના અધિકારો મેળવી લીધા હતા. ICC મુખ્યત્વે ત્રણ વર્ષની સ્પોન્સરશિપનું સંચાલન કરે છે અને તેની BharatPe સાથેની ભાગીદારી, જે 7 જૂન 2021થી શરૂ થઈ હતી, તે 2023ના અંત સુધી ચાલશે. જો કે, સૂત્રોના જણાવ્યા અનુસાર, માસ્ટરકાર્ડે આગામી ચાર વર્ષ માટે ICC સાથે કરાર કરી લીધો છે.