હવે SEZમાં 100 ટકા કર્મચારીઓને વર્ક ફ્રોમ હોમ મળશે, નાના શહેરોના યુવાઓને વધુ લાભ થશે

0
55

કોરોના મહામારી બાદથી સમગ્ર દેશમાં વર્ક ફ્રોમ હોમનો ટ્રેન્ડ ખૂબ જ પ્રચલિત થયો હતો. મોટા ભાગની કંપનીઓ લોકડાઉનને કારણે પોતાના કર્મચારીઓને વર્ક ફ્રોમ હોમની સુવિધા આપી રહી હતી. હવે અનેક કંપનીઓ ખર્ચને પણ ઓછો કરવા માટે અનેક કર્મચારીઓને હજુ પણ વર્ક ફ્રોમ હોમ આપી રહી છે. આ જ દિશામાં હવે સ્પેશિયલ ઇકોનોમિક ઝોન (SEZ) પોતાના 100 ટકા કર્મચારીઓને વર્ક ફ્રોમ હોમની સુવિધા આપી શકશે. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયુષ ગોયલે કહ્યું કે આ મામલે સરકારી વિભાગો વચ્ચે પરસ્પર સહમતિ સધાઇ છે.

ટૂંક સમયમાં તે સંદર્ભે નોટિફિકેશન જારી થશે. અત્યારે સેઝમાં કામ કરતી IT કંપનીઓ પોતાના 50 ટકા કર્મચારીઓને વર્ક ફ્રોમ હોમની સવલત આપી શકે છે.આગામી ત્રણ વર્ષમાં આઇટી કંપનીઓ 2 લાખ લોકોને નોકરી આપશેઆ નવી સુવિધાથી એ ફાયદો થશે કે દેશના નાના શહેરોના યુવાઓ માટે વધુ રોજગારીની તકોનું સર્જન થશે. વાણિજ્ય મંત્રી પીયુષ ગોયલે કહ્યું કે એવું જોવા મળી રહ્યું છે કે સેઝમાં કામ કરતા કર્મચારીઓને જ્યારે ઓફિસ બોલાવવામાં આવે ત્યારે તે કોઇ અન્ય કંપની જોઇન કરે છે. કોરોનાકાળમાં સેઝ યૂનિટને વર્ક ફ્રોમ હોમની સુવિધા અપાઇ હતી, જેથી સર્વિસ સેક્ટરની નિકાસને અસર ન થાય. તેનું પરિણામ એ આવ્યું છે કે ગત નાણાકીય વર્ષમાં ભારતની સર્વિસ સેક્ટરની નિકાસ 254 અબજ ડોલર રહી હી.

મોટી આઇટી કંપનીઓ આગામી ત્રણ વર્ષમાં 2 લાખ લોકોને રોજગારી આપશે.નાના શહેરોના લોકોને ઘરેથી કામ કરવાનો અવસર પ્રાપ્ત થશેસરકારના આ આવકારદાયક નિર્ણયથી કંપનીઓને મદદ મળશે. નાસકોમના વાઇસ પ્રેસિડેન્ટ શિવેન્દ્ર સિંહ અનુસાર 100 ટકા કર્મચારીઓને WFHની સુવિધા મળવાથી નાના શહેરોના યુવાઓને ઘરે બેઠા જ કામ કરવાનો અવસર મળશે. નાસકોમ તરફથી તેની માંગ કરવામાં આવી હતી.નોંધનીય છે કે 100 ટકા કર્મચારીઓને વર્ક ફ્રોમ હોમ આપવાથી કંપનીના ખર્ચમાં ઘટાડો થાય છે. અમેરિકાની કંપનીઓ ખાસ કરીને આ મોડલ પર વિશેષ રૂચિ ધરાવે છે. જો કે WFHથી કર્મચારીઓ અન્ય કંપનીઓનું પણ કામ કરતા હોવાથી ભારતની કેટલીક કંપનીઓ તેનો વિરોધ કરી રહી છે.