PNB ફ્રોડ 22 હજાર કરોડનું, મોદીજી જવાબ આપો: રાહુલ ગાંધી

પીએનબીના 11356 કરોડના ફ્રોડ વિશે બીજેપી અને કોંગ્રેસ આમને સામને આવી ગઈ છે. આ કૌભાંડ વિશે રાહુલ ગાંધીએ શનિવારે નરેન્દ્ર મોદી પર આકરા પ્રહાર કર્યા હતા. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, આ કૌભાંડ 22 હજાર કરોડનું છે. તેમાં શું થયું અને કેવી રીતે થયું? મોદીજી તેનો જવાબ આપે. તેઓ ચૂપ કેમ છે. આ પહેલાં રક્ષામંત્રી નિર્મલા સીતારામણે તેમની સરકારનો બચાવ કર્યો હતો. તેમણે મીડિયાને સવાલ કર્યો કે આ ચોરી 2011માં એટલે કે યુપીએના શાસનમાં થઈ હતી.
રક્ષામંત્રી નિર્મલા સીતારામણે તેમની સરકારનો બચાવ કર્યો હતો. તેમણે મીડિયાને સવાલ કર્યો કે આ ચોરી 2011માં એટલે કે યુપીએના શાસનમાં થઈ હતી. અમે કાર્યવાહી શરૂ કરી તેથી જ આ કૌભાંડ સામે આવ્યું છે. એવા ઘણાં પુરાવા છે જેના આધાર પર કોંગ્રેસ પાર્ટી સામે સવાલ કરી શકાય તેમ છે. જેથી જનતાને પણ સમગ્ર હકીકતનો ખ્યાલ આવે. સરકાર આરોપી નીરવ મોદીને પકડવા માટેના સમગ્ર પ્રયત્નો કરી રહી છે. બીજી બાજું કોંગ્રેસે કહ્યું છે, આપણાં દેશના જે ચોકીદાર છે તે ભજીયા બનાવવાની સલાહ આપી રહ્યા છે. આજે સ્થિતિ એવી છે કે, ચોકીદાર ઉંઘી રહ્યા છે અને ચોર ભાગી ગયા છે.

Share

Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.

WP Twitter Auto Publish Powered By : XYZScripts.com