કોંગ્રેસના મહાઅધિવેશનનો આજે અંતિમ દિવસ : રાહુલ, મનમોહનસિંહ કરશે સંબોધન

કોંગ્રેસના મહાઅધિવેશનનો આજે અંતિમ દિવસ છે. ત્યારે પાર્ટી અધ્યક્ષ રાહુલ ગાંધી આજે કાર્યકર્તાઓને સંબોધિત કરશે. રાહુલ ગાંધી ઉપરાંત મનમોહનસિંહ પણ સંબોધન કરશે. અધિવેશનમાં પહેલા અલગ-અલગ પાર્ટીઓના નેતાઓ દ્વારા એક પ્રસ્તાવ રજૂ કરવામાં આવશે. આ પહેલા શનિવારે રાહુલ ગાંધીએ અધિવેશનમાં સંબોધન કર્યું હતું. જે દરમ્યાન રાહુલે મોદી સરકાર ઉપર નિશાન સાધ્યું હતું. રાહુલે કહ્યુ હતુ કે, દેશમાં ભાગલા પાડવાની રાજનીતિ કરવામાં આવી રહી છે. દેશની જનતામાં આક્રોશ છે. હાથનું નિશાન દેશને જોડાવનું કામ કરી શકે છે. દેશને માત્ર કોંગ્રેસ રસ્તો બતાવી શકે છે. ભાજપ ક્રોધની રાજનીતિ કરે છે. ત્યારે કોંગ્રેસ પ્રેમની રાજનીતિ કરે છે. રાહુલ ગાંધીએ વધુમાં કહ્યુ હતુ કે, કોંગ્રેસ જનતાને સાથે લઈને કામ કરવાનું કામ કરે છે. આ ઉપરાંત કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીએ પણ પોતાના સંબોધનમાં મોદી સરકારને આડે હાથે લીધી હતી.

Share

Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.

WP Twitter Auto Publish Powered By : XYZScripts.com