રાજકોટ: જૂથ અથડામણમાં પોલીસકર્મી સહિત 15ને ઇજા, 50ની અટકાયત

સોમવારે શહેરના રામનાથપરાના ભવાનીનગરમાં બે જૂથ વચ્ચે કોઈ કારણો અથડામણ થઈ હતી. ઘટનાને પગલે પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પરંતુ ઉશ્કેરાયેલા જૂથે પોલીસ પર પથ્થરમારો કરતા એક પોલીસમેનને ઇજા પહોંચી હતી. એટલું જ નહીં કુલ 15 થી વધુ વ્યક્તિઓને ઇજા થતા તેઓને સારવાર માટે સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. ઘટનાને પગલે ACB, DCB, , ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજી પોલીસના અધિકારીઓ દોડી ગયા હતા અને બન્ને જૂથમાંથી મળી 50 થી વધુ લોકોની અટકાયત કરી હતી. તેમજ આ વિસ્તારના લોકોમાં ભયનું લખલખું ફરી વળ્યું હતું. પરંતુ બાદમાં પોલીસની સમજાવટથી મામલો થાળે પડ્યો હતો. ત્યારબાદ સાવચેતીના ભાગરૂપે ભવાનીનગરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.

Share

Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.

WP Twitter Auto Publish Powered By : XYZScripts.com