લમ્પી વાયરસને કહેરને લઇ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જામનગરની મુલાકાત લઇ પરિસ્થિતનો તાગ મેળવ્યો

0
54

કોરોનાની જેવી મહામારીએ દેશમાં માંથું ઉચકતા લાખોની સંખ્યામાં માનવીઓ મોતને ભેટ્યા હતા કોરોના સંક્રમણમાં માનવીઓના ટપોટપ મોતથી સમ્રગ વિશ્વનું જનજીવન થંભી ગયુ હતુ ત્યારે માનવી બાદ હવે આબોલા પશુ પર વાયરસ આફત બની ત્રાટક્યુ છે. રાજ્યમાં લમ્પી વાયરસે કહેર મચાવતા અનેક ગાયો મોતની ભેટી હતી અને 20 જિલ્લાઓમાં વાયરસે કહેર મચાવ્યો છે જેમાં સૌરાષ્ટ્ર કચ્છ બાજુઓના જિલ્લાઓમાં સૌથી વધારે ગયોના મોત સમાચાર મળી રહ્યા છે જેને લઇ આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જામનગર ખાતે ગૌશાળાની મુલાકાત લીધી હતી જેમાં ધારાસભ્ય હકુભા જાડેજા ઉપસ્થિત રહ્યા હતા.

કચ્છ બાદ સૌરાષ્ટ્ર લમ્પી વાયરસે કાળો કહેર વર્તાયો છે જેમાં અનેક ગૌમાતાના મોત નિપજ્યા છે જેને આરોગ્ય વિભાગ દોડતુ થયુ છે અને પશુઓના રસીકરણ પુરજોશમાં ચલાવવામાં આવી રહ્યો છે અને અસરગ્રસ્ત ગાયોને આઇસોલેશન વોર્ડમાં રાખી વેકસિન સેન્ટરની મુલાકાત લીધી હતી જામનગરમાં લમ્પી વાયરસના કેસ અંગે સમિક્ષા કરી વેકસિનેશન કામગીરી અંગે પરિસ્થિતનો તાગ મેળ્વયો હતો.

મુખ્યમંત્રીએ ટાસ્કફોર્સ અધિકારીઓ સાથે બેઠક કરી હતી અને વાયરસને ડામવા મંતવ્ય માગ્યા હતા ભાવનગર જિલ્લાની વાત કરવામાં આવે તો લમ્પી વાયરસથી 21 ગાયોના મોત નિપજ્યા છે રસીકરણની પ્રક્રિયા પુરજોશમાં ચલાવમાં આવી રહી છે.