રશિયા: મોસ્કોની એક હોટલમાં આગ, બે બાળકો સહિત છના મોત, નવ ઘાયલ

0
54

રશિયાના ઇમરજન્સી સિચ્યુએશન્સ મંત્રાલયે મંગળવારે મોડી રાત્રે જણાવ્યું હતું કે મોસ્કોમાં બહુમાળી ઇમારતમાં લાગેલી આગમાં બે બાળકો સહિત છ લોકોના મોત થયા છે. મંત્રાલયે ટેલિગ્રામ મેસેજિંગ પ્લેટફોર્મ પર જણાવ્યું કે આગની ઘટનામાં નવ લોકો ઘાયલ થયા છે અને લગભગ 200 લોકોને બિલ્ડિંગમાંથી બહાર કાઢવામાં આવ્યા છે. આ બિલ્ડિંગમાં એક હોટેલ પણ છે.

રશિયાની તપાસ સમિતિએ ટેલિગ્રામ પર જણાવ્યું હતું કે મધ્યરાત્રિ પહેલા આગ કાબૂમાં લેવામાં આવી હતી અને દરેક રૂમની તપાસ કરવામાં આવી હતી. વધુમાં જણાવવામાં આવ્યું હતું કે, તેઓએ બિલ્ડિંગના પાંચમા માળે લાગેલી આગનું કારણ જાણવા માટે ફોજદારી કેસ નોંધ્યો છે.

રશિયન એજન્સીઓએ જણાવ્યું હતું કે મોસ્કોના ટાગનસ્કી જિલ્લામાં 41 વર્ષ જૂની બિલ્ડિંગમાં ગ્રાઉન્ડ ફ્લોર પર એમકેએમ હોટેલ તેમજ ઉપરના માળે એપાર્ટમેન્ટ્સ છે. રશિયાની તાસ એજન્સીએ ઇમરજન્સી સેવાના અધિકારીને ટાંકીને કહ્યું કે આગ લાગવાનું પ્રાથમિક કારણ જાણી શકાયું નથી.