સેમસંગે લોન્ચ કર્યું નવું વોશિંગ મશીન, Wi-Fi પર કરે છે કામ, મળી રહ્યાં છે અદ્ભુત ફીચર્સ

0
90

સેમસંગે સંપૂર્ણ ઓટોમેટિક ટોપ લોડ વોશિંગ મશીનની નવી સીરીઝ લોન્ચ કરી છે. કંપનીએ 7KG થી 10KG સુધીના વોશિંગ મશીનો લોન્ચ કર્યા છે. કંપની દ્વારા આધુનિક લાઇફ સ્ટાઇલને ધ્યાનમાં રાખીને ઈકોબબલ રેન્જ તૈયાર કરવામાં આવી છે. કંપનીના જણાવ્યા અનુસાર, આ રેન્જની વોશિંગ મશીન પાવરની બચતની સાથે કપડાના ફેબ્રિકનું પણ ધ્યાન રાખશે.

આ વોશિંગ મશીનોને વધુ સારી એફિશિયન્સી અનુસાર ડિઝાઇન કરવામાં આવી છે. ઇકોબબલને સેમસંગની બે ટેક્નોલોજી, બબલ સ્ટોર્મ અને ડ્યુઅલ સ્ટોર્મ બંને મળે છે. જ્યાં બબલ સ્ટોર્મ ટેકનોલોજી ઝડપથી પાણી અને ડીટરજન્ટનું મિશ્રણ કરે છે. બીજી બાજુ, ડ્યુઅલ સ્ટોર્મ સારી સફાઈ માટે પાણીના પ્રવાહમાં વધારો કરે છે.
નવા મશીનમાં ડિજિટલ ઇન્વર્ટર ટેક્નોલોજી આપવામાં આવી છે, જે 40 ટકા સુધી ઊર્જા બચાવે છે. વધુમાં તે વોશિંગ સાયકલ સાથે અવાજ પણ ઘટાડે છે અને લાંબા સમય સુધી ટકાઉપણું પ્રદાન કરે છે.

કિંમત અને સેલ
સેમસંગ ઓટોમેટિક વોશિંગ મશીનની નવી સીરીઝ રૂપિયા 19 હજારની શરૂઆતની કિંમતે આવે છે. તેનું ટોપ વેરિઅન્ટ 35 હજાર રૂપિયામાં આવે છે. નવી સીરીઝ 8 સપ્ટેમ્બરથી સેલ માટે ઉપલબ્ધ થયું છે.. તમે સેમસંગના અધિકૃત ઓનલાઈન સ્ટોરમાંથી પસંદગીના મોડલ ખરીદી શકો છો. આ સિવાય ફ્લિપકાર્ટ અને એમેઝોન પર પણ વોશિંગ મશીન ઉપલબ્ધ છે.

શું ખાસ છે?
નવી સીરીઝ પાંચ કલર ઓપ્શનમાં ઉપલબ્ધ છે – બ્લેક કેવિઅર, રોઝ બ્રાઉન, ડાર્ક ગ્રે, લવંડર ગ્રે અને લાઇટ ગ્રે. તેની આધુનિક ડિઝાઇન છે, જે પાછળના કંટ્રોલ પેનલ સાથે આવે છે. તમને નવી રેન્જમાં સ્માર્ટ વાઇ-ફાઇની સુવિધા પણ મળશે.
તમે સ્માર્ટ થિંગ એપ્સ દ્વારા આ વોશિંગ મશીનનો ઉપયોગ કરી શકો છો. આમાં તમને સુપર સ્પીડની સુવિધા મળે છે, જે તમારા લોન્ડ્રીનો સમય 40 ટકા સુધી ઘટાડે છે. આ ફીચરની મદદથી માત્ર 29 મિનિટમાં લોડને સાફ કરી શકાય છે.
તમને 9Kg અને 10Kg વેરિઅન્ટમાં સ્પેસ મેક્સ ટેક્નોલોજી ફીચર મળે છે. આ સુવિધાની મદદથી, આઉટર રિઝલ્ટમાં કોઈપણ ફેરફાર કર્યા વિના ઇન્ટરનલ સ્પેસને વધારી શકાય છે.