SBI ની ધમાકેદાર ઓફર, ગ્રાહકોને પાંચ લિટર પેટ્રોલ મળશે મફતમાં

આ ઓફર 15મી ડિસેમ્બરના રોજ રાત્રે 12 વાગ્યે બંધ થઈ જશે

સરકારી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI) પોતાના ગ્રાહકો માટે ધમાકેદાર ઓફર લઈને આવી છે. બેંક તેના ગ્રાહકોને મફતમાં પાંચ લીટર પેટ્રોલ ભરાવવાનો મોકો આપી રહી છે. બેંક તરફથી આપવામાં આવેલી જાણકારી પ્રમાણે જો ગ્રાહકો ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનના કોઈ પણ પેટ્રોલ પંપ પરથી BHIM એપના માધ્યથી ચૂકવણી કરે છે તો પાંચ લીટર પેટ્રોલ મફતમાં મળી શકે છે. જાણો આ ઓફરનો લાભ કેવી રીતે લઈ શકશો.

આ છે પ્રોસેસ

આ ઓફરનો લાભ લેવા માટે તમારે ઓછામાં ઓછા રૂ. 100નું પેટ્રોલ પુરાવવું પડશે. BHIM એપના માધ્યમથી ચુકવણી કરીને જે નંબર મળે તેને મોબાઇલ નંબર 9222222084 પર મોકલવાનો રહેશે. આ માટે તમારે એસએમએસનો જે નોર્મલ ચાર્જ હશે તે આપવો પડશે.

Share
WP Twitter Auto Publish Powered By : XYZScripts.com