કાકાથી ગર્ભવતી બનેલી ભત્રીજીએ પુત્રને જન્મ આપ્યો

પાટણ જિલ્લામાં કૌટુંબિક પારીવારિક લોહીના સંબંધોના લીરા ઉડાડતી અને આંચકો આપનારી વધુ એક ઘટના ચાણસ્મા તાલુકાના સેંધા ગામે બનવા પામી છે. જેમાં એક સગીરાને તેના સગા કાકાએ જ હવસનો શિકાર બનાવી અને સગીરાએ તેના બાળકને જન્મ આપતાં સમગ્ર ગામમાં ધિક્કારની લાગણી પ્રસરી જવા પામી છે. આ મામલે ચાણસ્મા પોલીસ મથકે પોકસો કલમ મુજબ ફરિયાદ દાખલ થતાં તપાસના ચક્રો ગતિમાન કરાયા છે. આરોપીની શોધખોળ ચાલી રહી છે. ચાણસ્મા તાલુકાના સેંધા ગામે એક સગીરા અને તેનો કુટુંબી કાકો અવારનવાર એકસાથે બકરા ચરાવવા ગામની સીમમાં જતા હતા તે વખતે એક વર્ષ અગાઉ આરોપીએ એકલતાનો લાભ ઉઠાવી ભત્રીજી સાથે મરજી વિરૂદ્ધ શરીર સંબધ કરી કોઇને કહીશ તો તારી આબરુ જશે તેમ કહી અવારનવાર શરીર સબંધ કરતો હતો. તેમાં સગીરાને ગર્ભ રહી જતાં તેણીને રવિવારે રાત્રે ચાણસ્મા સરકારી દવાખાને તપાસ કરાવવા લઇ જતાં તેણીને સાત માસનો ગર્ભ હોઇ પ્રસવ પીડા જણાતાં તેમણે બાળકને જન્મ આપ્યો હતો. જ્યારે તબીબે જ પોલીસ સ્ટેશનમાં જાણ કરતાં પોલીસે સરકારી હોસ્પિટલ જઇ બાળકીનુ નિવેદન લઇ ફરિયાદ નોંધાવી હતી

Share

Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.

WP Twitter Auto Publish Powered By : XYZScripts.com