GSTનું પોર્ટલ ઠપ, રીટર્ન ભરવા ઈચ્છતા વેપારીઓની હાલત કફોડી

વેપારીઓને જીએસટી ભરવા માટે સ્ટેટ જીએસટી નોટિસો ફટકારવાનું ચાલુ કર્યુ છે.ત્યારે વધુ એક વખત જીએસટી પોર્ટલ ઠપ થઈ ગયુ છે. જેના લીધે રીર્ટન ભરવા ઈચ્છતા વેપારીઓની હાલત કફોડી થઈ ગઈ છે. જયારે પણ જીએસટી રીર્ટન ભરવાની અંતિમ તારીખ નજીક આવે ત્યારે ઠપ થઈ જવાની બિમારી ધરાવાત પોર્ટલ અપડેટ કરવા માટે દેશભરના વેપારીઓની માગ છે. આમ છતાં સરકાર દ્વારા તેમાં કોઈ સુધારા કરાયા નથી. જીએસટીઆર-૩બી ભરવાની છેલ્લી તારીખ ૨૦મી મે છે.હવે વેપારીઓ પોતાના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ કે ટેકસ એડવાઈઝર મારફતે પોતાના જીએસડીઆર-૩બી ફાઈલ કરાવવા પોતાના ડેટા આપી રહ્યા છે. ત્યારે બુધવારે સાંજે એટલે કે ૧૬મી તારીખથી પોર્ટલ ઠપ થઈ ગયું છે. ગુરુવારે આખો દિવસ પોર્ટલ ઠપ રહેતાં વેપારીઓના રીટર્ન ફાઈલ થઈ શકયા નહોતા. હવે શુક્રવાર અને શનિવાર જ બચ્યા છે અને ૨૦મી તારીખ રવિવાર હોવાથી બેંકો બંધ હોય જેના પગલે વેપારી ટેકસની રકમ જમા કરાવી શકે નહીં. પોર્ટલની બીમારી અને વેપારીઓની પરેશાની અંગે નિષ્ણાતોએ જણાવ્યુ હતું કે, જયારથી સરકારી જીએસટીનો અમલ શરૃ કર્યો છે ત્યારથી પોર્ટલનો પ્રોબેલ છે,એક સમયે જીએસટીનો વિરોધ કરતા વેપારીઓ જીએસટી ભરી દેવા તૈયાર છે.પરંતુ ઠપ થઈ જતા તેઓ અટવાઈ જાય છે.

Share

Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.

WP Twitter Auto Publish Powered By : XYZScripts.com