અમેરિકા : સગર્ભા માતાને ઢોર માર મારવામાં આવ્યો, પેટ ફાડીને બાળકીને પણ બહાર કાઢી, કોર્ટે આપી મોતની સજા

0
93

અમેરિકાની એક અદાલતે હત્યાના આરોપમાં એક મહિલાને ફાંસીની સજા ફટકારી છે. બાળકની લાલસામાં મહિલાએ ક્રૂરતાની તમામ હદો વટાવી દીધી હતી. તેણે ગર્ભવતી મહિલાને ઢોર માર માર્યો હતો. આટલું જ નહીં, તેણે બાળકનું પેટ ફાડીને બહાર કાઢ્યું, જેનું પાછળથી મૃત્યુ થયું. કોર્ટે કેસની સુનાવણી દરમિયાન આરોપી મહિલાનું નામ ‘રાક્ષસ’ પણ રાખ્યું હતું.

મળતી માહિતી મુજબ, 21 વર્ષીય મહિલા સિમન્સ હેનકોકની હત્યા અમેરિકાના ન્યૂ બોસ્ટનમાં રહેતી ટાયલર રૈના પાર્કરે કરી હતી. હત્યા સમયે હેનકોક ગર્ભવતી હતી. તપાસમાં જાણવા મળ્યું કે પાર્કરે હેનકોકને મારવા માટે પહેલા માથા પર હથોડીથી પ્રહાર કર્યો અને બાદમાં છરી વડે તેનું પેટ કાપી નાખ્યું. 3 ઓક્ટોબરે આરોપી પાર્કરને આ કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યો હતો.

100 થી વધુ વાર ઘા
આરોપી મહિલાએ હેંકનને માથા પર હથોડી વડે મારીને હત્યા કરી હતી. આ પછી તેણે તેના શરીર પર ઓછામાં ઓછા 100 વાર છરી વડે ઘા કર્યા. બાદમાં પેટ ફાડીને બાળકીને બહાર કાઢી તેનું અપહરણ કર્યું હતું. જો કે, થોડા સમય પછી તેનું પણ મૃત્યુ થયું હતું.

પોતે ગર્ભવતી હોવાના સમાચાર ફેલાવ્યા હતા
મળતી માહિતી મુજબ, પાર્કરનું ગર્ભાશય ઓપરેશન દ્વારા કાઢી નાખવામાં આવ્યું હતું, જેના કારણે તે માતા બની શકી નહોતી. તેને ડર હતો કે તેનો બોયફ્રેન્ડ તેને આ કારણે છોડી દેશે. આવી સ્થિતિમાં તેણે પોતાની પ્રેગ્નન્સીના ખોટા સમાચાર ફેલાવ્યા. તેણીએ પોતાને ગર્ભવતી દેખાડવા માટે નકલી સિલિકોનનો ઉપયોગ કર્યો હતો. જોકે, જ્યારે ડિલિવરીનો સમય આવ્યો ત્યારે તેણે બાળકની લાલસામાં એક મહિલાની હત્યા કરી નાખી.