યુથ કોંગ્રેસ અને NSUI પ્રમુખની ટિકિટ જીદ થી કોંગ્રેસ અવઢવમાં મુકાઇ

0
63

ગુજરાતમાં ચૂંટણીના આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે અને ભાજપ અત્યારસુધી પોતાના 166 ઉમેદવારોની યાદી જાહેર કરી ચુકી છે. તો બીજી તરફ આમ આદમી પાર્ટી પણ 160થી વધુ ઉમેદવારો જાહેર કરી ચુકી છેં પરંતુ કોંગ્રેસ ટિકિટને લઇ ભારે મનોમંથન ચાલી રહ્યોછે તેમજ આ વખતે યુવાઓએ ચૂંટણીના જંગ દાવેદાવી નોંધવતા મામલો પિચેદો બન્યો છે.

 

Harpal Singh Chudasama becomes the new chief of Gujarat Youth Congress:  हरपाल सिंह चुड़ासमा गुजरात यूथ कांग्रेस के नए प्रमुख बने, राहुल गांधी के  दौरे से पहले मिली ...

યુથ કોંગ્રેસ પ્રમુખ હરપાલસિંહ ચુડાસમાએ ધંધુકા બેઠક પરથી લડવાની જીદ પકડી છે તો બીજી તરફ NSUI પ્રમુખ નરેન્દ્રસોલંકીએ પણ કોડીનાર બેઠક પરથી ટિકિટ માંગી છે હાલ ધંધુકા બેઠક પરથી સિટિંગ ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ગોહિલ છે અને કોડીનારાના સિટિંગ ધારાસભ્ય મોહનવાળા છે

જેને લઇ કોંગ્રેસ નેતૃત્વ ભારે અસમંજસ અવઢવ અનુભવી રહ્યો છે.જો હરપાલસિંહ ચુડાસમાને ટિકિટ આપે તો રાજેશ ગોહિલની બાદબાકી થઇ શકે છે અને કોડીનારથી નરેન્દ્રસોલંકીને ટિકિટ આપે તો મોહનવાળાની બાદબાકી થઇ શકે છે. એટલે કોંગ્રેસમાં કોકડું બરાબરનું ગુંચવાયુ છે