જૂનાગઢમાં બે દિવસીય કલા મહાકુંભ નો પ્રારંભ 233 સ્પર્ધકોએ કૃતિ કરી રજૂ

0
50

જુનાગઢ શહેર અને જિલ્લા કક્ષાનો કલા મહાકુંભ 20223 નો મેયર ગીતાબેન પરમાર ના હસ્તે ખુલ્લો મુકવામાં આવ્યો હતો બે દિવસ એ કલા મહાકુંભમાં જુદી જુદી વય જૂથના 2300 જેટલા સ્પર્ધકોએ કુલ 23 કૃતિઓમાં પોતાની કલાના ઓજસ પાથર્યા છે શહેરમાં ગાંધીગ્રામ ખાતેની કોમેન્ટ કોન્વેન્ટ સ્કૂલમાં ઉદ્ઘાટન સત્રમાં મેરે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા કલા મહાકુંભના આયોજનથી આપણા ભવ્ય સાંસ્કૃતિક વારસાનું જતન થવાની સાથે વિદ્યાર્થીઓ યુવાનોમાં રહેલી આંતરિક શક્તિનો વિકાસ થાય છે.

ઉપરાંત કલા માટે જુદા જુદા વાતાવરણનું નિર્માણ થાય છે જેથી વિદ્યાર્થીઓ યુવાનોને પ્રોત્સાહન મળે છે આ સાથે તેમણે કલા મહાકુંભમાં ભાગ લઈ રહેલા સ્પર્ધકોને જુનાગઢ નું રાષ્ટ્રીય કક્ષાએ નામ રોશન કરે તેવી શુભેચ્છા પણ પાઠવી હતી. દેશની સાંસ્કૃતિક અનેકતામાં એકતાને પ્રદર્શિત કરતા કલા મહાકુંભમાં સંગીત નૃત્ય ચિત્રલેખન સહિતની કળાઓની કલા આરાધના સાથે ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી બાળકોના જીવન ઘડતરમાં શૈક્ષણિક વિકાસની સાથે આપણી પરંપરાગત સંસ્કૃતિ અને સંસ્કારોનું સિંચન કલા મહાકુંભમાં રજૂ થયું હતું. આ સાથે સંસ્કૃતિ અને સંસ્કારોનું સિંચન કલા મહાકુંભમાં રજૂ થતી વિવિધ પ્રાચીન કૃતિ પ્રેરણા બળ પૂરું પાડે છે.