આ દેશમાં નથી થતી ક્યારેય રાત, આ છે વિશ્વનો સૌથી ખુશહાલ દેશ

ફરવાના શોખિનો મોટાભાગે એવી જગ્યા પસંદ કરે છે જ્યાં પ્રકૃત્તિની ભરપુર મજા માણી શકાય. રોજબરોજની જિંદગીથી થાકી તરોતાજા થવા પ્રવાસનું અાયોજન કરવામાં અાવે છે. દિવસ રાતના કોઇ બંધન વીના ફરવા મળેતો જાણે કે સોનામાં સુગંધ ભળી જાય. અાજે અમે તમને અાવી જ એક ખાસ જગ્યા પર લઇ જઇશું જ્યાં તમે  દિવસ રાતના બંધનવીના કરી શકીશુ.તે સ્થળનું નામ છે ફિનલેન્ડ.

ફિનલેન્ડમાં દિવસ અને રાત્રીનું ચક્કર ઘણાને સમજાતુ નથી.અહીં કેટલાક વિસ્તારોમાં 23 કલાક સૂર્ય ઉગે છે અને કેટલાક સ્થળોએ જ્યાં 51 દિવસ માટે રાત રહે છે.ફિનલેન્ડ વિશે ઘણા અને આવી વસ્તુઓ છે, જે તમને આશ્ચર્યમાં નાખી શકે છે.અહીં મે થી ઓગસ્ટ મહિનામાં સૂર્યાસ્ત થતો જ નથી. અેટલે કે રાત્રી દરમિયાન પણ સૂર્ય આકાશમાં ચમકે છે.બસ, તેનો રંગ સંત્રી થઇ જાય છે.ડિસેમ્બર-જાન્યુઆરી મહિનામાં ફિનલેન્ડના ઘણા વિસ્તારોમાં સૂર્ય જ નહીં ઉગતો.મોબાઇલ નિર્માતા કંપની નોકિયા અને વિશ્વને એંગ્રી બર્ડ્સ આપનાર રેવિઓ કંપની ફિનલેન્ડની જ છે.એટલું જ નહીં, ફિનલેન્ડ દ્વારા જ વિશ્વનું પહેલું ઇન્ટરનેટ બ્રાઉઝર મળ્યુ છે.

અહીં અસંખ્ય અજીબો-ગરીબ ગેમ્સ અને સ્પર્ધાઓ યોજાય છે.જુલાઇમાં અહીં વાઇફ કેરીંગ ચેમ્પિયનશિપ યોજાય છે.અેટલે કે પત્નીને ખભા પર ઉઠાવી દોડ લગાવવાની પ્રતિસ્પર્ધા.આ રમતમાં વિજેતાને ઇનામ તરીકે તેની પત્નીના વજન જેટલો બિયર મળે છે. આ રમતમાં ડેનમાર્ક, હોંગ કોંગ, ઓસ્ટ્રેલિયા અને અન્ય ઘણા દેશોના કપલ ભાગ લેવા પહોંચે છે.તેની સાથે અહીં મોબાઇલ ફોન ફેંકવાની સ્પર્ધા પણ યોજાય છે.

Share

Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.

WP Twitter Auto Publish Powered By : XYZScripts.com