વલસાડઃ વિધર્મી યુવક પરણિત યુવતીને લઇ વિદેશ ભાગે તે પહેલા પોલીસે ઝડપી પાડ્યો જુઓ વીડિયો

વાપીમા વિધર્મી યુવક અને હિન્દુ સમાજની પરણિત યુવતીના કથિત પ્રેમપ્રકરણને લઇને  વાપી ટાઉન પોલીસ સ્ટેશન સોમવારે સવારથી મોડી સાંજ સુધી યુવતિના પરિવાર, સમાજના આગેવાનો, વિશ્વ હિન્દુ પરિષદના કાર્યક્રરો અને અન્ય સમાજના આગેવાનોથી ઉભરાયુ હતુ
આ અંગે મળતી વિગતો મુજબ મુંબઇના  મુસ્લિમ પરિવારના સલમાન નામના યુવક અને  વાપીની હિન્દુ પરણિત યુવતી સાથે પ્રેમસંબધ હોય બન્ને ઘરેથી મુંબઇ અને મુંબઇથી દુબઇ રવાના થવાની પેરવીમા હતા ત્યારે પોલીસે બન્નેને મુંબઇ એરપોર્ટથી ઝડપી લીધા હતા અને ત્યાર બાદ સમગ્ર મામલે વાપી ટાઉન પોલીસ સ્ટેશનમાં આ અંગે  પોલીસ ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરી હતી પરંતુ સમગ્ર મામલો પ્રેમ પ્રકરણનો હોય અને બન્ને યુવક યુવતી પુખ્ત વયની હોય પોલીસ ફરિયાદ નોંધવામાં પોલીસ પણ વિમાસણમાં પડી હતી.

પોલીસે યુવક યુવતીને પણ સમગ્ર મામલે પૂછપરછ હાથ ધરી હતી ઘટનાને પગલે વાત વાયુવેગે ફેલાતા પોલીસ સ્ટેશને  કચ્છી સમાજ સહીત વિવિધ હિન્દુ સમાજના લોકો પંહોચ્યા હતા તો, વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો પણ પોલીસ સ્ટેશન પર પંહોચી રામધૂન સહીતના કાર્યક્રમો બોલાવી વાતાવરણ ઉગ્ર બનાવ્યું હતુ આ તરફ મુસ્લિમ સમાજના આગેવાનો પણ પોલીસ મથકે પંહોચ્યા હતા તો કોઇ અનિચ્છનિય બનાવ ના બને તે માટે વાપી ટાઉન પોલીસ સ્ટાફ સાથે વાપી ડીવાયએસપી એસ. બી. કુંપાવત પણ ટાઉન પોલીસ મથકે પંહોચી સમગ્ર મામલા અંગે જાણકારી મેળવી હતી.બન્ને યુવક યુવતીની ધરપકડ કરી વાપી પોલીસ સ્ટેશને લવાયા હતા જ્યા યુવક વિરૂધ્ધ વધુ તપાસ હાથ ધરી છે.
તો,  આ પ્રકરણમાં પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેક્ટર મકવાણાએ વિગતો આપી હતી કે તારીખ ૧૮મી માર્ચે કચ્છી પરિવારની પુત્રીની માતાએ વાપી ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે તેમની ૨૩ વર્ષીય પુત્રી વલસાડ તેમના સાસરેથી વાપી તેમને મળવા તેમના ઘરે આવી હતી અને ત્યાર બાદ સલમાન નામનો યુવાન  તેમની બહેલાવી ફોસલાવી ભગાડી ગયો છે જે વિગતોના આધારે પોલીસે તેનુ લોકેશન મેળવતા તે મુંબઇ એરપોર્ટ પરથી દેશ છોડવાની તૈયારીમાં હતા ત્યારે મુંબઇ એરપોર્ટ ઓથોરિટીને સઘળી હકીકત જણાવી

Share

Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.

WP Twitter Auto Publish Powered By : XYZScripts.com