વલસાડ નગરપાલિકા ઉમેદવાર ચૂંટણી ફોર્મની ચકાસણી પૂર્ણ

વલસાડ નગરપાલિકા ઉમેદવાર ચૂંટણી ફોર્મની ચકાસણી પૂર્ણ

1થી11 વોર્ડના ભાજપ-કોંગ્રેસ-અપક્ષ આમ ત્રીપક્ષીય જંગ ખેલાશે

વલસાડ નગરપાલિકા ચૂંટણીમાં આજરોજ જિલ્લા કલેકટર કચેરી ખાતે ચૂંટણી અધિકક્ષકના નેજા હેઠળ ચૂંટણીમાં ઉભેલા ઉમેદવારોનું આજરોજ ફોર્મ ચકાસણી કરવામાં આવ્યા હતા.

જેમાં 250જેટલા ઉમેદવારોના ફોર્મ માન્ય રખાયા હતા એ વખતે પાલિકા વોર્ડ માં 140 જેટલા અપક્ષ ઉમેદવારો અને 44 ભાજપ અને 27 કોંગ્રેસના ઉમેદવારો પોતાની ઉમેદવારી નોંધાવી છે, અને આગામી તારીખ 6 ફેબ્રુઆરીના રોજ જે કોઈ પણ ઉમેદવારને પોતાનું ફોર્મ ખેંચવાનું હોય ખેંચી શકશે.

જ્યારે તારીખ 7 ફેબ્રુઆરીના સવારના 11કલાકે તમામ ઉમેદવારોને તેમના ચૂંટણી ચિન્હ ફળવામાં આવશે, ત્યારે આ ચૂંટણીફોર્મ ચકાસણી સમયે સર્વ ઉમેદવારની નજર માજી પ્રમુખ રાજુ મરચા પર હતી પરંતુ રાજુ મરચાએ પોતાની અપક્ષ ઉમેદવારીમાં 3 જેટલા ડમીફોર્મ ભરતા જિલ્લા ચૂંટણી અધિકારી ભાગોરા સાહેબે તેમના ત્રણે ફોર્મ માન્ય રાખ્યા હતા,હવે જોવાનું રહ્યું કે કઈ પક્ષની સરકાર નગરપાલિકાના પ્રમુખ રચશે.સત્ય ન્યુઝ વલસાડ

Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.

WP Twitter Auto Publish Powered By : XYZScripts.com