બ્રેકના કારણે મારા ક્રિકેટમાં કોઇ અસર નહી થાય : કોહલીનો હુંકાર

મુંબઈઃ ટીમ ઈન્ડિયાના સુકાની વિરાટ કોહલીએ બુધવારે મીડિયાને વાત કરતા જણાવ્યું હતુ કે તેના ત્રણ અઠવાડિયાના બ્રેકને કારણે સાઉથ આફ્રિકાની સીરીઝ પર કોઈ અસર નહિ પડે. ઉલ્લેખનીય છે કે વિરાટે અનુષ્કા સાથે લગ્ન કરવા માટે શ્રીલંકા સામેની વનડે સીરીઝમાં રજા લીધી હતી.

વિરાટને જ્યારે પૂછવામાં આવ્યુ કે મેરેજ પછી ક્રિકેટમાં કમબેક કરવુ તેના માટે કેટલુ મુશ્કેલ હશે ત્યારે વિરાટે જણાવ્યું, “કંઈ મુશ્કેલ નહિ હોય. આને લગ્ન સાથે કોઈ લેવા દેવા નથી. લગ્ન મેચ કરતા અનેકગણા વધારે મહત્વના હતા. આ સમય અમારા બંને માટે ખાસ રહેશે.”


ક્રિકેટ મારા લોહીમાં છે

તેણે જણાવ્યું, “ક્રિકેટમાં કમબેક કરવુ અઘરુ ન હતુ કારણ કે ક્રિકેટ મારા લોહીમાં છે. ટીમના બીજા સભ્યો અને મેનેજમેન્ટના પણ લોહીમાં ક્રિકેટ છે. આથી મારા માટે પ્રોફેશનમાં કમબેક કરવુ અઘરુ નથી.”

વિરાટ અને અનુષ્કાએ 11 ડિસેમ્બરમાં ઈટાલીમાં લગ્ન કર્યા પછી દિલ્હી અને મુંબઈમાં આલીશાન રિસેપ્શન આપ્યું હતુ. આ રિસેપ્શનમાં બોલિવુડની તથા સ્પોર્ટ્સ ક્ષેત્રની જાણીતી હસ્તીઓ ઉપસ્થિત રહી હતી. દિલ્હીના રિસેપ્શનમાં તો વડાપ્રધાન મોદીએ હાજરી પૂરાવી હતી અને નવપરણિત યુગલને આશીર્વાદ અને શુભકામના આપી હતી.

હું તમામ પ્રકારના પડકાર માટે તૈયાર છું
વિરાટ ભલે લગ્નની ઉજવણીમાં વ્યસ્ત હોય પરંતુ તે સતત સાઉથ ઈન્ડિયા સામેની સીરીઝ માટે પોતાની જાતને તૈયાર કરી રહ્યો હતો. વિરાટે જણાવ્યું, “મેં છેલ્લા ત્રણ અઠવાડિયાથી કશુ જ નથી કર્યું. હવે હું સાઉથ આફ્રિકાની ટૂર માટે ટ્રેનિંગ લઈ રહ્યો છું. તમારા મગજમાં ક્યાંકને ક્યાંક એ વાત હોય જ છે કે કંઈ ઈમ્પોર્ટન્ટ આવવાનું છે. આથી તમે અજાણતા જ આગળનું વિચારવાનુ શરૂ કરી દો છો. હું માનસિક રીતે સંપૂર્ણ રીતે તૈયાર છુ.”

Leave a Reply

Your email address will not be published.

WP Twitter Auto Publish Powered By : XYZScripts.com