વિરુષ્કાના રિસેપ્શનમાં બોલિવુડ અને ક્રિકેટની હસ્તીઓનો થયો જમાવડો

મુંબઇ : વિરાટ કોહલી અને અનુષ્કા શર્માનું રિસેપ્શન મુંબઇમાં યોજાયું હતું. આ રિસેપ્શન મુંબઇની સેન્ટ રેજીસ હોટલના એસ્ટર બોલરૂમમાં રાખવામાં આવ્યું હતું. નોંધનીય છે કે વિરાટ અને અનુષ્કા 11 ડિસેમ્બરના રોજ ઇટાલીમાં લગ્નના બંધને બંધાયા હતાં. આ રિસેપ્શનમાં મેજબાની માટે વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા પાર્ટી વેન્યૂ સેન્ટ રેજીસ હોટલ પહોંચી ચૂક્યા છે. આ રિસેપ્શનમાં બોલિવૂડ જાણીતી તમામ હસ્તીઓ અને ટીમ ઇન્ડિયાના તમામ સ્ટાર ક્રિકેટરો પણ આવી પહોચ્યા હતા.

Photo Source : Google


ભારતમાં દિગ્ગજો બચ્ચન પરીવાર
, ગોડ ઓફ ક્રિકેટ સચિન પરીવાર અને રેખા પહોચ્યા હતા
અનુષ્કાએ ગોલ્ડન આઉટફિટ પહેર્યો હતો. જેમાં તે ગોર્જિયસ લાગી રહી હતી. ઐશ્વર્યા રાય બચ્ચન અને અભિષેક બચ્ચન પણ હાથમાં હાથ નાખી જોવા મળ્યા હતાં. તો માસ્ટર બ્લાસ્ટ સચિન તેંડુલકર પણ પત્ની અંજલી અને દીકરી સારા સાથે જોવા મળ્યો હતો. બોલિવૂડની ઉમરાવજાન એટલે કે રેખા પણ રિસેપ્શનમાં જાજરમાન લાગી રહી હતી. તો બોલિવુડના શહેનશાહ અમિતાભ બચ્ચન તેની દીકરી શ્વેતા બચ્ચન સાથે જોવા મળ્યા હતાં.

Photo Source : Google

બોલિવુડની હસ્તીઓ રહી હાજર
આ રિસેપ્શનમાં હવાહવાઇ ગર્લ શ્રીદેવી અને બોની કપૂર આવ્યા હતા. જ્યારે કેટરિના કૈફ તેના આઉટફીટના લીધે કોઇ પરી જેવી લાગી રહી હતી. એક્ટર આયુષ્માન ખુર્રાના પણ પત્ની સાથે ક્લિક થયો હતો. એક્ટર રણબિર કપૂર અને નીતા અંબાણી સાથે જોવા મળ્યા હતાં. બોલિવૂડનો કિંગ ખાન શાહરૂખ પણ વિરાટ અને અનુષ્કાના રિસેપ્શનમાં આવ્યા હતા. શાહરૂખ ખાન સાથે ડિરેક્ટર કે.એલ.રાયએ પણ વિરાટ અને અનુષ્કાને શુભેચ્છા પાઠવી હતી.

Photo Source : Google

ક્રિકેટની દુનિયાના સ્ટાર અને દિગ્ગજ લોકો રહ્યા હાજર
ભારતીય ટીમના પૂર્વ સુકાની સૌરવ ગાંગુલીએ પણ વિરુષ્કાને શુભેચ્છા પાઠવી હતી. કંગના રનૌતે પણ આ જોડીને શુભેચ્છા પાઠવી હતી. આ રિસેપ્શનમાં સેહવાગ પણ જોવા મળ્યો હતો.

Photo Source : Google

આ રિસેપ્શનમાં અનુષ્કાનું ફેમિલી પણ જોવા મળ્યું હતું. તો હાલ ટીમ ઇન્ડિયામાં વન-ડે અને ટી20 ટીમમાંથી બહાર ચાલી રહેલા રવિન્દ્ર જાડેજા અને અશ્વિન પણ જોવા મળ્યા હતા. ભારતની બેડમિન્ટન સ્ટાર સાઇના નહેવાલ પણ ગોર્જિયસ લાગતી હતી. ગુજ્જુ બોય ચેતેશ્વર પૂજારા, જયદેવ ઉનડકટ સહિત સાથી ક્રિકેટર્સ પણ જોવા મળ્યા હતા. તો સૌવના લોકપ્રિય અને કુલ મહેન્દ્ર સિંહ ધોની પુત્રી ઝીવા અને પત્ની સાક્ષી સાથે આવી પહોચ્યો હતો. તાજેતરમાં જ લગ્નના બંધનમાં બંધાયેલા ઝહીર ખાન અને સાગરિકા ઘટગે પણ જોવા મળ્યા હતાં. એક્ટ્રેસ લારા દત્તા અને મહેશ ભુપતિ પણ ક્લિક થયાં હતા. સુનિલ ગાવસ્કર તેમની પત્ની માર્શનીલ સાથે પણ વિરાટ અને અનુષ્કાના રિસેપ્શનમાં જોવા મળ્યાં હતા. પૂર્વ ચીફ સિલેક્ટર સંદિપ પાટિલ પણ વિરાટ અને અનુષ્કાને શુભેચ્છા આપવા પહોંચ્યા હતાં. પૂર્વ ભારતીય કોચ અને ક્રિકેટર અનિલ કુંબલે પણ રિસેપ્શનમાં પહોંચ્યો હતો.

Photo Source : Google

બોલિવુડના દિગ્ગજ સ્ટાર અને ડિરેક્ટરો પણ રહ્યા હાજર
ગેંગ્સ ઓફ વાસેપુર ફેમ અનુરાગ કશ્યપ પણ તેની ડોટર સાથે ક્લિક થયો હતો. પત્ની સાથે બોમન ઇરાની પણ જોવા મળ્યો હતો. રાજકુમાર હિરાની,વિધુ વિનોદ ચોપરા,અનુપમા ચોપરા પણ ક્લિક થયા હતા. એ.આર.રહેમાન પણ તેની પત્ની સાથે ક્લિક થયો હતો. આ રિસેપ્શનમાં માધુરી દિક્ષિત પણ જોવા મળી હતી. જે સુંદર લાગતી હતી. બોલિવૂડ સ્ટાર આદિત્ય રોય કપૂર સાથે સિદ્ધાર્થ રોય કપૂર પણ હાજર રહ્યા હતા. ડિરેક્ટર કરણ જોહર અને સિદ્ધાર્થ મલ્હોત્રા પણ ક્લિક થયાં હતાં.

Leave a Reply

Your email address will not be published.

WP Twitter Auto Publish Powered By : XYZScripts.com