ચુંટણીની બદલાયેલ તારીખ શું ચુંટણીનું ગણિત બદલી શકશે ??

રીના બ્રહ્મભટ દ્વારા 

અમદાવાદ : ગઈ કાલે ચુંટણીપંચે કોંગ્રેસ જોડે બેવફાઈ કરી એવું પક્ષે અનુભવ્યું. કેમ કે, ધાર્યા મુજબ જો ચુંટણી ની તારીખઃ જાહેર થઇ હોત તો કોંગ્રેસ માટે માહોલ વધુ લચીલો હોત. ગોધરામાં પાટીદારોએ જે મુજબ રાહુલ ગાંધીનું સ્વાગત હળ આપીને કર્યું, તેમજ નવસર્જન યાત્રામાં જે મુજબ લોકો ઠેર ઠેર ટોળામાં આવ્યા એ જોઈ કોંગ્રેસને આશા જાગી હતી કે બુજાતા દીપકને ફરી જીવનદાન મળી રહ્યું છે અને લોકો ફરી એકવાર કોંગ્રેસમાં વિશ્વાસ મુકવા મનોમન તૈયાર થયા છે.

તેવામાં ચુંટણીપંચે હિમાચલમાં ૯ નવેમ્બરે ચુંટણી જાહેર કરી પરંતુ ગુજરાતમાં જાહેરાત કરી નથી. જેને પગલે ભાજપના નેતાઓ એ ભારે નિરાંત અનુભવી છે. અને એન્ટી ઇનકમબન્સીની સંભાવના જોઈ પબ્લીકને પટાવવાનાના દાવ ખેલવાની અનુકુળ તક તેમને મળી છે.

અને તેના જ ભાગ તરીકે રાતોરાત સમાજના ચોક્કસ વર્ગને ધ્યાનમાં રાખીને લોકરંજક જાહેરાતોનો પટારો ખોલી નાખ્યો છે. ત્યારે લોકોમાં પણ એક ગણગણાટ છે કે, ભાજપના ઇશારે જ ચુંટણીની તારીખો પાછી ઠેલાઈ છે. જો કે, બંધારણીય રીતે ચુંટણી પંચ અદાલતોની જેમ એક સ્વાયત્ત સંસ્થા છે પરંતુ સત્તાધારી દરેક પક્ષ એમના ગણિત મુજબ વિરોધપક્ષની કારી એમ આસાનીથી ફાવવા દેતું નથી. ઈતિહાસ ગવાહ છે કે કોંગ્રેસ હોય કે ભાજપા જેના હાથમાં સત્તા હોય એ પોતાનો ખેલ પર પાડવા એડી ચોટીનું જોર લગાવી રાજનીતિના તમામ પાસા જેવા કે, સામ, દામ, દંડ, ભેદ નો ઉપયોગ કરે છે. અહી આપને એવું લેશમાત્ર કહેવા નથી માંગતા કે, ચુંટણી પંચ ભાજપા ના હાથની કઠ પુતળી બન્યું છે.

પરંતુ ભાજપા એ રોડ રસ્તા ના કામના બહાના આગળ ધર્યા છે.  ત્યારે લોકો ફિલ કરી રહ્યા છે કે, લો બોલો અત્યાર સુધી પબ્લિક ગામડાના ધુલિયા જેવા બની ગયેલા શહેરના રસ્તાના લીધે ખાંસી ખાંસી થાકી ગઈ. dust ના કારણે લોકો શ્વાસજન્ય બીમારીનો ભોગ બનતા રહ્યા અને લોકલ બોડી મનમાની કરતી રહી. અને અખબારો અને ટીવી પરના અહેવાલો બાદ પણ લોકલ બોડી થી રાજ્ય લેવલના કોઈ નેતાનું પાણી પણ ના હલ્યું અને હવે ચુંટણીના વાજા વાગી રહ્યા છે ત્યારે તેમને અચનાક રોડ રસ્તાની યાદ આવી છે.

ખેર આ તો વાત થઇ જુના પુરાની રીતી-નીતિઓ ની અને બહાનાબાજી ની કે જે દરેક રાજ્કીય પક્ષ કરે. અને કૈક આજ રીતે અદના માણસોને ખુશ કરવા ભાજપા એ રાતોરાત ભેટ સોગાદોની લ્હાણી કરી છે,  જેમાં પાટીદારો સામે ના ૧૩૫ જેટલા કેસો પાછા ખેંચાયા,  ઔડાની હદમાં સરદાર પટેલ રીંગ રોંડ  પર પેસેન્જર વાહનો પરનો ટોલ ટેક્ષ નાબુદ કરાયો છે, બાંધકામ ક્ષેત્રે રાજ્યમાં કોમન GDCR નો અમલ, સરકારી કર્મચારીઓને ૧ ટકા ડીએ જુલાઈની અસરથી રોકડમાં, વર્ગ-૪ના કર્મચારીઓને રૂ. ૩૫૦૦ બોનસ, સફાઈ કામદારોને રહેમરાહે નોકરી , નગરપાલિકામાં રોજમદાર પ્રથા બંધ રહેશે, તે સિવાય હોમગાર્ડસ થી લઇને અનેક વર્ગના નાના મોટા કર્મચારીઓને પગાર વધારાને કાયમી કરવાની લોલીપોપ અપાઈ છે.

ત્યારે બહુ સીધી વાત છે કે પબ્લિક એટલી નાદાન કે નાસમજ નથી કે, ના સમજી સકે કે, ભાઈ આ તો વોટ બટોરવાની એક બહુ પુરાની ચાલ છે. અને સત્તામાં બેઠેલા મહારથી આવી ચાલો ચાલે છે. એમાં કઈ ખાસ નવું નથી. એટલે આટલી સોગાદો આપ્યા પછી પણ પબ્લિકનો રુખ ફંટાશે કે કેમ? એ તો સમય જ કહેશે….

Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.

Leave a Reply

Your email address will not be published.