ગુજરાતમાં વિધાનસભાના ચૂંટણીની સોળે કળાઓ ખીલી ઉઠી છે. અને પ્રથમ તબક્કાના મતદાન માટે હવે માંડ 9 દિવસ જેટલો સમય બાકી રહ્યો છે જેને સુરક્ષા તંત્ર પણ એકશન મોડમાં જોવા મળી રહ્યું છે ખાસ કરીને ગુજરાતના અડીને આવેલા સરહદી રાજ્યમાં સઘન ચેંકિગ કરવામાં આવી રહી છે અને જુદા જુદા જિલ્લાઓમાં પોલીસ તેમજ સુરક્ષા એજન્સીઓ દ્રારા ગેરવહીવટી નાણાંકીય વ્યવહારો અને દારૂની રેલમછેલ પર બાજનજર રાખવામાં આવી રહી છે.
રાજકોટ બાદ હવે સુરતમાંથી ગેરકાયદેસર નાણકીય વ્યહારો ઝડપાયા છે સુરતના મહિધરપુરમાંથી 75 લાખ રૂપિયા રોકડ રકમ ફલાંઇગ સ્કોડે કારમાંથી ઝડપી પાડી છે કોંગ્રેસનું સાહિત્ય હતું અને કાર પાર્કિગ કોગ્રેસનું હતું તે દરમિયાન આ રકમ ઝડપાતા સુરત કોંગ્રેસના પ્રવક્તા નૈસદ દેસાઇ કોંગ્રેસને બદનામ કરવા માટેનું કાવતરૂ ગણાવ્યુ હતું