ભારતનો સામાન્ય વ્યકિત પણ આ દેશમાં જઇને બની શકે છે અમીર !

0
109

મોટાભાગના ભારતીયો એક રુપિયામાં શું આવે તેવી માનસિકતા ધરાવતા હોય છે. પરંતુ વિયેતનામમાં ભારતીય એક રુપિયાની કિંમત અતિ મૂલ્યવાન જોવા મળે છે.

વિયેતનામનું રાષ્ટ્રીય ચલણ ડોંગ છે. ભારતીય રુપિયાની સરખામણીએ ડોંગ ખૂબ નબળો છે. ભારતીય એક રુપિયાની કિંમત વિયેતનામમાં ૩૧૬.૧ર વિયેતનામી ડોંગ બરાબર છે. આથી ઉનાળુ વેકેશનમાં વિદેશમાં ફરવા જવાનું પ્લાનીંગ કરનાર સહેલાણીઓ ખૂબ સસ્તામાં અને કિફાયતી દરોએ વિયેતનામમાં સહેલગાહ કરી શકે છે.

ઉલ્લેખનીય છે કે, ભારત ધીમે ધીમે પોતાની અર્થવ્યવસ્થા મજબૂત કરી રહયું છે. દુનિયામાં ભારત સૌથી વધુ જનસંખ્યા ધરાવતો બીજો દેશ છે. આથી આવનારા સમયમાં ભારતની અર્થ વ્યવસ્થા દુનિયાની સૌથી મજબૂત અર્થવ્યવસ્થાઓ પૈકીની એક હશે. કોઇપણ દેશની અર્થવ્યવસ્થાને મજબૂત કરવામાં સૌથી વધુ યોગદાન તે દેશના ચલણનું છે.