બર્મિંઘમમાંરમાઇ રહેલી એશિઝ સિરીઝની પહેલી ટેસ્ટના ચોથા દિવસે રવિવારે ઓસ્ટ્રેલિયા વતી સ્ટીવ સ્મિથ અને મેથ્યુ વેડે સદી ફટકારતા બીજા દાવમાં ઓસ્ટ્રેલિયા7 વિકેટે 487 રનના સ્કોર પર દાવ ડિકલેર કરીને ઇંગ્લેન્ડને ટેસ્ટ જીતવા માટે 398 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. ઓસ્ટ્રેલિયાનો પહેલો દાવ 284 રને સમેટાયા પછી ઇંગ્લેન્ડે પોતાના પહેલા દાવમાં 374 રન બનાવીને 90 રનની સરસાઇ મેળવી લીધી હતી. ઓસ્ટ્રેલિયાના બીજા દાવની શરૂઆત ફરી એકવાર ખરાબ રહી હતી અને 27 રનમાં તેમણે બે વિકેટ ગુમાવી દીધી હતી. તે પછી ઉસ્માન ખ્વાજા અને સ્ટીવ સ્મિથે મળીને 48 રનની ભાગીદારી કરી સ્કોરને 75 સુધી લઇ ગયા ત્યારે ખ્વાજા અંગત 40 રન કરીને આઉટ…
કવિ: Sports Desk
બર્મિંઘમ ઇંગ્લેન્ડ સામે અહીં રમાઇ રહેલી એશિઝ સિરીઝની પહેલી ટેસ્ટના ચોથા દિવસે રવિવારે ઓસ્ટ્રેલિયન ટીમના માજી કેપ્ટન સ્ટીવ સ્મિથે સદી ફટકારી હતી, આ સાથે જ તે એશિઝ સિરીઝની એક ટેસ્ટની બંને ઇનિંગમાં સદી ફટકારનારો 8મો ક્રિકેટર બન્યો હતો આ સાથે જ તેણે ટેસ્ટ ક્રિકેટમાં 25મી સદી પુરી કરીને આ મામલે ઓછી ઇનિંગ લઇને દિગ્ગજ સચિન તેંદુલકર અને વિરાટ કોહલીને પાછળ મુક્યા હતા. સ્મિથે 25 સદી પુરી કરવા માટે 119 ઇનિંગ લીધી છે અને સૌથી ઓછી ઇનિંગમાં 25 સદી પુરી કરવા મામલે તે ડોન બ્રેડમેન પછી બીજા ક્રમે આવી ગયો છે. બ્રેડમેને 68 ઇનિંગમાં આ આંકડો પુરો કર્યો હતો. ત્રીજા ક્રમે…
સાત્વિક સાઇરાજ રંકીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીની જોડીએ અહીં રમાયેલી થાઇલેન્ડ ઓપનની ફાઇનલમાં ચીનની જોડી લિ જૂન હુઇ અને લિયૂ યુ ચેનને પરાસ્ત કરીને ટાઇટલ કબજે કર્યું હતું, આ સાથે જ રંકીરેડ્ડી-ચિરાગ શેટ્ટી બીડબલ્યુએફ સુપર બેડમિન્ટન ટુર્નામેન્ટ જીતનારી પહેલી ભારતીય જોડી બની ગઇ હતી. રંકીરેડ્ડી-ચિરાગ શેટ્ટીની બિન ક્રમાંકિત ભારતીય જોડીએ એક કલાક અને બે મિનીટ સુધી ચાલેલી મેચમાં ચીનની ત્રીજી ક્રમાંકિત જોડી લિ જૂન હુઇ અને લિયૂ યુ ચેનને 21-19, 18-21, 21-18થી હરાવી હતી. ગત વર્ષે કોમનવેલ્થ ગેમ્સમાં પુરૂષ ડબલ્સનો સિલ્વર મેડલ જીતનારા રંકીરેડ્ડી અને ચિરાગ શેટ્ટી માટે આ 2019ની સિઝનની પહેલી ફાઇનલ હતી. રંકીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીએ સારી શરૂઆત કરીને…
ટીમ ઇન્ડિયાએ ત્રણ મેચોની શ્રેણીમા પહેલી ટી-20માં શનિવારે વેસ્ટ ઇન્ડિઝની ટીમને 4 વિકેટે હાર આપીને શ્રેણીમાં 1-0થી સરસાઇ મેળવી હતી. આ મેચમાં મેન ઓફ ધ મેચ રહેલા ભારતના નવદીપ સૈનીએ પોતાનું ડ્રીમ ડેબ્યુ કરતા માત્ર 17 રન આપીને 3 વિકેટ લીધી હતી. તેણે નિકોલસ પુરન, હેટમાયર અને કેરોન પોલાર્ડની વિકેટ પોતાને નામ કરી હતી. પોતાની પહેલી જ મેચમાં શાનદાર બોલિંગ કરતા નવદીપ સૈનીએ પહેલી મેચમાં જ એક મેઇડન ઓવર ફેંકી હતી. રસપ્રદ વાત એ છે કે સૈનીએ ઇનિંગની છેલ્લી ઓવર મેડન ફેંકી હતી અને આ ઓવરમાં એક વિકેટ પણ મેળવી હતી. સૈનીએ પોલાર્ડની વિકેટ લેતા જ ઇતિહાસ રચ્યો હતો. તેણે…
નવદીપ સૈની જેવી શાનદાર પ્રતિભાને ટીમમાં સ્થાન મળવાથી ખુશ ભૂવનેશ્વર કુમારે કહ્યું કે તે રાષ્ટ્રીય ટીમમાં આવા યુવા ખેલાડીઓને માર્ગદર્શન આપવા માટે હંમેશા તૈયાર છે. વેસ્ટઇન્ડિઝ સામે શનિવારે રમાયેલી મેચમાં નવદીપે ત્રણ જ્યારે ભૂવનેશ્વરે બે વિકેટ મેળવી હતી. મેચ બાદ પ્રેસ કોન્ફરન્સમાં પહોંચેલા ભૂવનેશ્વરે પત્રકારોના સવાલનો જવાબ આપતા કહ્યું કે, ટીમમાં વરિષ્ઠ ખેલાડી તરીકે તમે હંમેશા સારું પ્રદર્શન કરવા ઇચ્છો છો. જો તમે પ્રદર્શન પણ કરી શકો તો પણ તમારે પોતાનું યોગદાન આપવાનું રહે છે. તેણે કહ્યું કે, જ્યારે નવદીપ અને ખલીલ જેવા બે યુવા ખેલાડીઓ સારું કરે છે તો તમે તેમની સાથે વાત કરવા ઇચ્છો છો. તમે તેમને સહજ…
લોડરહિલમાં રમાયેલી બીજી ટી-20માં ભારતીય ટીમે પ્રથમ દાવ લઇને રોહિત શર્માની આક્રમક અર્ધસદીની મદદથી 5 વિકેટે 167 રન કરીને મુકેલા 168 રનના લક્ષ્યાંકની સામે વેસ્ટઇન્ડિઝની ટીમે 15.3 ઓવરમાં 4 વિકેટે 98 રન બનાવ્યા હતા તે સમયે ખરાબ હવામાનને કારણે રમત બંધ કરવામાં આવી હતી. રમત બંધ રહી ત્યારે વેસ્ટઇન્ડિઝને વિજય માટે 120 રન જરૂરી હતા, તેથી ડકવર્થ લુઇસ નિયમ હેઠળ ભારતને 22 રને વિજેતા જાહેર કરાયું હતું. આ વિજય સાથે 3 મેચની સિરઝમાં ભારતીય ટીમે 2-0ની અજેય સરસાઇ મેળવી લીધી હતી. 168 રનના લક્ષ્યાંક સામે વેસ્ટઇન્ડિઝની શરૂઆત ખરાબ રહી હતી અને તેમણે 8 રનના સ્કોર પર બંને ઓપનરની વિકેટ ગુમાવી…
ભારતીય ટીમે વેસ્ટઈન્ડીઝને 3 મેચોની ટી-20 સીરીઝની પહેલી મેચમાં 4 વિકેટે હરાવીને સિરીઝની વિજય સાથે શરૃઆત કરી છે. વેસ્ટઈન્ડીઝે પહેલો દાવ લઈને આપેલા 96 રનનાં લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ટીમ ઇન્ડિયાની શરૂઆત ખરાબ રહી હતી. શિખર ધવન માત્ર 1 રન કરીને આઉટ થયો હતો. જો કે તે છતાં ભારતીય ટીમે 17.2 ઑવરમાં 6 વિકેટે 98 રન બનાવીને મેચ જીતી લીધી. ભારત તરફથી રોહિત શર્માએ સૌથી વધારે 24 રન બનાવ્યા. કેપ્ટન વિરાટ કોહલી અને મનિષ પાંડેએ 19-19 રન બનાવ્યા. તો કૃણાલ પંડ્યાએ 12 રન બનાવ્યા હતા. રવિન્દ્ર જાડેજા 10 રન અને વોશિંગ્ટન સુંદર 8 રન બનાવીને નોટ આઉટ રહ્યા હતા. આ…
ત્રીજો વર્લ્ડકપ જીતવાનો ઇરાદો છીન્નભીન્ન થયા પછી હવે ભારતીય ક્રિકેટ ટીમ આવતા વર્ષેઓસ્ટ્રેલિયામાં રમાનારા ટી-20 વર્લ્ડકપની તૈયારી આવતીકાલે શનિવારે અહીં વેસ્ટઇન્ડિઝ સામે 3 ટી-20 મેચની પહેલી મેચથી કરશે. શનિવારે રાત્રે 8.00 વાગ્યેથી ફલોરિડાના લોડેરહિલ ખાતે રમાશે. પહેલી ટી-20 ભારતના યુવા ખેલાડીઓ માટે મહત્વની થઇ રહેશે, ખાસ તો વેસ્ટઇન્ડિઝના ખેલાડીઓ ટી-20 સ્પેશિયાલિસ્ટ ગણાતા હોવાથી ભારતીય યુવા ખેલાડીઓની કસોટી થશે ઍ નક્કી છે. વેસ્ટઇન્ડિઝના પ્રવાસે રવાના થતાં પહેલા ભારતીય કેપ્ટન વિરાટ કોહલીઍ કહ્યું હતું કે આ સિરીઝનો ઉદ્દેશ જેમના નામ પસંદગીકારોના ધ્યાનમાં છે ઍવા નવા ખેલાડીઓને પારખવાનો છે. કોહલીને આ સિરીઝમાં મર્યાદિતઓવરોની મેચમાં આરામ આપવાની વાત હતી પણ માત્ર સ્ટાર બોલર જસપ્રીત…
ભારતીય ટીમનો કેપ્ટન વિરાટ કોહલી જ્યારે શનિવારે લોડેરહિલ ખાતે વેસ્ટઇન્ડિઝ સામે પહેલી ટી-20 રમવા માટે મેદાનમાં ઉતરશે ત્યારે તેની પાસે ટી-20માં સવાર્ધિક રન કરનારા ખેલાડીઓની યાદીમાં રોહિત શર્મા પછી બીજા ક્રમે પહોંચવાની તક હશે. વિરાટને બીજા ક્રમે બેઠેલા ન્યુઝીલેન્ડના માર્ટિન ગુપ્તિલનેઓવરટેક કરવામાં માત્ર 10 રન ખુટે છે. વિરાટ કોહલીઍ 67 મેચમાં 2263 રન બનાવ્યા છે. જ્યારે ગપ્તિલે 76 મેચમાં 2272 રન બનાવ્યા છે. રોહિત શર્મા 94 મેચમાં 2331 રન સાથે પહેલા ક્રમે છે. ટી-૨૦ ઇન્ટરનેશનલમાં સર્વાધિક રન કરનારા ટોપ ફાઇવ બેટ્સમેન ખેલાડી દેશ મેચ …
ફૂટબોલના પ્રશંસક ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીઍ કહ્યું હતું કે તે પોર્ટુગલના ફુટબોલ સ્ટાર ક્રિસ્ટીયાનો રોનાલ્ડો પાસેથી પ્રેરણા મેળવે છે. તેના મતે રોનાલ્ડોઍ પોતાની અદ્ભૂત શિસ્ત વડે આર્જેન્ટીનાના સ્ટાર લિયોનલ મેસીની સરખામણીઍ વધુ પડકારોનો સફળતાપૂર્વક સામનો કર્યો છે. રોનાલ્ડો અને કોહલીઍ ફિટનેસ મામલે નવા માપદંડ ઊભા કર્યા છે. વેસ્ટઇન્ડિઝ વિરુદ્ધની ટી-20 સિરીઝની પ્રથમ બે મેચ રમવા માટે ફલોરિડા પહોંચેલા કોહલીઍ ફિફા.કોમ સાથેની વાતચીતમાં કહ્યું હતું કે મારા માટે ક્રિસ્ટીયાનો રોનાલ્ડો સૌથી ઉપર છે. તેની પ્રતિબદ્ધતા અને શિસ્તતા લાજવાબ છે. તમે દરેક મેચમાં તે જોઇ શકો છો અને હું ઍ દરેક કલબનું સમર્થન કરું છું જેના માટે તે રમે છે. તેનાથી…