બાંગ્લાદેશના શ્રીલંકા પ્રવાસની આજે અહીં રમાયેલી ત્રીજી વનડેમાં પણ યજમાન શ્રીલંકાઍ પ્રવાસી બાંગ્લાદેશને ૧૨૨ રને હરાવીને સિરીઝ 3-0થી જીતી લઇને ક્લિનસ્વીપ કર્યું હતું. મેથ્યુઝ અને કુસલ મેન્ડિસની અર્ધસદીઓની મદદથી શ્રીલંકાઍ 8 વિકેટે 294 રન બનાવ્યા હતા અને તે પછી બાંગ્લાદેશની ટીમનો 172 રને વિંટો વાળી દઇ મેચ 122 રને જીતી લઇને બાંગ્લાદેશને ક્લિનસ્વીપ કર્યું હતું, શ્રીલંકાની ટીમે 3 વર્ષ પછી કોઇ ટીમને ક્લિનસ્વીપ કરી છે. 295 રનના લક્ષ્યાંક સામે બાંગ્લાદેશની ટીમમાંથી ઍકમાત્ર સૌમ્ય સરકારે ઝીંક ઝીલી હતી. સરકાર 69 રન કરીને 8મી વિકેટના રૂપમાં આઉટ થયો હતો. તેના સિવાય તૈઝુલ ઇસ્લામે 39 રનની ઇનિંગ રમી હતી. બાંગ્લાદેશની બેટિંગ લાઇનઅપના 7…
કવિ: Sports Desk
વર્લ્ડકપમાં વિજય મેળવ્યા પછી ઇંગ્લેન્ડ ગુરૂવારથી અહીં ઓસ્ટ્રેલિયા સામે શરૂ થઇ રહેલી ઍશિઝ ટેસ્ટ સિરીઝ પણ જીતીને ઘરઆંગણેની સિઝનનો અંત બેવડી સફળતા સાથે કરવા માગશે, જો કે છેલ્લા 19 વર્ષથી ઇંગ્લેન્ડની ધરતી પર ઍશિઝ સિરીઝ જીતવામાં નિષ્ફળ રહેલી ઓસ્ટ્રેલિયાની ટીમની નજર આ વખતે ઇતિહાસ રચવા પર હશે. 50 ઓવરના ફોર્મેટમાં જા વર્લ્ડકપ ટોચની સ્પર્ધા છે તો ટેસ્ટ ક્રિકેટમાં ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ માટે ઍશિઝથી વિશેષ કંઇ જ નથી. પહેલીવાર વર્લ્ડકપ જીતનારી ઇંગ્લેન્ડની ટીમ ઍશિઝ સિરીઝને જીતીને પોતાના ચાહકોને ડબલ ડોઝ આપવાની ઇચ્છા ભલે ધરાવતી હોય પણ સામે પક્ષે ટીમ પેનની આગેવાનીમાં ઓસ્ટ્રેલિયાની ટીમ ઇતિહાસ બદલીને ઍશિઝ સિરીઝ જીતવાની ખેવના ધરાવતી હશે.…
ઓલિમ્પિક્સ મેડલિસ્ટ રેસલર સાક્ષી મલિકે ભારતીય ઓલિમ્પિક્સ ઍસોસિઍશન (આઇઓઍ)ની કોમનવેલ્થ ગેમ્સ 2022ના બહિષ્કારની અપીલનું સમર્થન પોતે ન કરતી હોવાનું કહીને સાથે જ ઉમેર્યુ હતું કે જો કે આ ગેમ્સમાંથી શૂટિંગ સ્પર્ધાને હટાવી દેવાનો નિર્ણય ખોટો છે. સાક્ષીઍ કહ્યું હતું કે હું ઍમ નથી કહેતી કે અમે આ ગેમ્સનો બહિષ્કાર કરીશું, પણ મને આશા છે કે શૂટિંગને તેમાં સામેલ કરી દેવાશે અને અમે બધા જ બર્મિંઘમ જઇશું. સાથે જ તેણે શૂટિંગને ગેમ્સમાં સામેલ કરવા માટેના આઇઓઍના આક્રમક વલણનું સમર્થન કર્યુ હતું. તેણે કહ્યું હતું કે આઇઓઍ જે પણ નિર્ણય કરવાની યોજના બનાવી રહ્યું છે તે યોગ્ય છે, કારણ જે પણ રમત…
શોઍબ મલિકે ભારતની ટેનિસ સ્ટાર સાનિયા મિરઝા સાથે લગ્ન કર્યા પછી હવે વધુ ઍક પાકિસ્તાની ક્રિકેટરના ભારતીય યુવતી સાથે લગ્નની તૈયારીઓ ચાલી રહી છે. હંમેશા વિવાદોમાં રહેતા પાકિસ્તાનના ઝડપી બોલર હસન અલીના હરિયાણાના ઍક મુસ્લિમ પરિવારની પુત્રી શામિયા આરઝુ સાથે લગ્નની તૈયારીઓ ચાલી રહી છે. શામિયાના પિતા અને માજી બીડીપીઓ લિયાકત અલીઍ કહ્યું હતું કે આ લગ્ન 20 ઓગસ્ટ થશે. પરિવારના સભ્યો 17 ઓગસ્ટે દુબઇ પહોચી જશે. તેમણે કહ્યું હતું કે ભારત-પાકિસ્તાનના ભાગલા સમયે પાકિસ્તાનના માજી સાસંદ સરદાર તુફેલ મારા દાદાના સગાભાઇ હતા. તેમના પરિવાર દ્વારા જ શામિયાના લગ્નની આ વાત થઇ હતી. બંનેના પરિવારજનો દ્વારા લગ્નની તૈયારી શરૂ થઇ…
પાકિસ્તાનમાં આગામી ડેવિસ કપ રમવા જવા માટે ભારતીય ટેનિસ ખેલાડીઓ રોમાંચિત છે પણ તેઓ ઇસ્લામાબાદ પહોંચે તે પહેલા ત્યાં સુરક્ષાની તમામ તકેદારીના પગલાં લેવાયા હોવાની ખાતરી તેમણે માગી છે. પાકિસ્તાનના પાટનગરમાં આગામી 14-15 સપ્ટેમ્બરે રમાનારા ડેવિસ કપ માટે તમામ ખેલાડીઓ ઉપલબ્ધ હોવાનું જણાવાયું છે. નોન પ્લેઇંગ કેપ્ટન મહેશ ભૂપતિના નેજા હેઠળ ઍકમાત્ર સિંગલ્સ ખેલાડી નંબર વન પ્રજનેશ ગુણેશ્વરની આગેવાનીમાં ટીમ પસંદ કરવામાં આવે તેવી સંભાવના છે. આ ટીમ 55 વર્ષ પછી પાડોશી દેશના પ્રવાસે જનારી પ્રથમ ટેનિસ ટીમ બનશે. ખેલાડીઓ સાથે નજીકથી જોડાયેલા ઍક સૂત્રઍ કહ્યું હતું કે અમને ચિંતા નથી, અમે તમામ ઉત્સાહી અને રોમાંચિત છીઍ પણ અમને ખાતરી…
ભારતીય ટીમના માજી બેટ્સમેન અને આંધ્રપ્રદેશની રણજી ટીમના કેપ્ટન વેણુગોપાલ રાવે મંગળવારે ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી હતી. આંધ્રપ્રદેશ ક્રિકેટ ઍસોસિઍશનના ઍક નિવેદનમાં જણાવાયું હતું કે આંધ્રપ્રદેશ રણજી ટીમના માજી કેપ્ટન તેમજ ભારત વતી 16 વન ડે ઇન્ટરનેશનલ અને આઇપીઍલમાં 65 મેચ રમનારા વેણુગોપાલ રાવે ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી છે. વિશાખાપટ્ટનમના આ ૩૭ વર્ષિય ખેલાડીઍ ભારત વતી 16 વન ડે ઇન્ટરનેશનલમાં 11 ઇનિંગ રમી હતી. જેમાં તેણે ઍક અર્ધસદીની મદદથી 218 રન બનાવ્યા હતા. તેણે શ્રીલંકા સામે 30 જુલાઇ 2005ના રોજ દામ્બુલામાં ઇન્ટરનેશનલ ક્રિકેટમાં પદાર્પણ કર્યુ હતું અને તેણે પોતાની અંતિમ વન ડે 23 મે…
ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સીલ (આઇસીસી)ઍ ઇંગ્લેન્ડના માઇકલ ગફ અને વેસ્ટઇન્ડિઝના જાઍલ વિલ્સનને વાર્ષિક સમિક્ષા તેમજ પસંદગી પ્રક્રિયા પછી મંગળવારે 2019-20ની સિઝન માટે આઇસીસી ઍલિટ અમ્પાયર્સ પેનલમાં સમાવી લીધા હતા. ગફ અને વિલ્સન આઇસીસીની ઇન્ટરનેશનલ પેનલના અમ્પાયર હતા. આઇસીસીના ક્રિકેટ મેનેજર જ્યોફ ઍલાર્ડિસ, માજી ખેલાડી અને કોમેન્ટેટર સંજય માંજરેકર, મેચ રેફરી રંજન મદુગલે અને ડેવિડ બૂનની પસંદગી સમિતિઍ બંનેને ઍલિટ પેનલ માટે પસંદ કર્યા હતા. આ બંને અમ્પાયરોને ઇન્ટરનેશનલ લેવલે અમ્પાયરિંગનો સારો અનુભવ છે. અમ્પાયર્સની ઍલિટ પેનલમાં આ બંને ભારતના રવિ સુંદરમ અને ઇયાન ગોલ્ડનું સ્થાન લેશે. આ પેનલમાં ભારતના જે ઍકમાત્ર અમ્પાયર હતા તે રવિ સુંદરમની હવે વિદાય થઇ છે.
સુનિલ ગાવસ્કરે વર્લ્ડકપ પછી પણ વિરાટ કોહલીને ભારતીય ટીમના કેપ્ટન પદે જાળવી રાખવા સામે સવાલ ઉઠાવીને પસંદગી સમિતિને નબળી ગણાવી હતી. અને સાથે જ ઍવું લખ્યું હતું કે ટેસ્ટ વનડે અને ટી-૨૦માં કેપ્ટન અલગઅલગ હોવો જોઇઍ. જો કે ભારતીય ટીમના માજી બેટ્સમેન અને હાલના કોમેન્ટેટર સંજય માંજરેકરે ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી અને પસંદગી સમિતિ મામલે દિગ્ગજ બેટ્સમેન સુનિલ ગાવસ્કર દ્વારા કરાયેલી ટીકા પ્રત્યે સન્માન સહ અસહમતિ દર્શાવીને કહ્યુંં હતું કે પસંદગીકારો માટે તેમના પદ કરતાં વધુ જરૂરી ગુણ પ્રામાણિકતાનો હોય છે, સાથે જ તેણે ઍવું પણ કહ્યું હતું કે વર્લ્ડકપમાં ભારતીય ટીમ પાસે જે આશા રખાતી હતી તેનાથી…
ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય પસંદગીકાર ઍમઍસકે પ્રસાદે હાલની પસંદગી સમિતિમાં સામેલ માજી ખેલાડીઓના સરેરાશ ઇન્ટરનેશનલ રેકોર્ડ પર ટીકાકારો દ્વારા સતત કરાતા સવાલ અને ટીકાઓનો જવાબ આપતા કહ્યું હતું કે તમે વધુ મેચ રમી છે ઍટલે તમને વધુ જ્ઞાન છે ઍવું ઍ લોકોની વાતને હું સ્વીકારતો નથી. પ્રસાદે ઍક ઇન્ટરવ્યુમાં ઘણાં મુદ્દાઓ પર પોતાનો મત બેધડક મુક્યો હતો. તેમણે પોતે માત્ર 6 ટેસ્ટ રમ્યા હોવા મામલે અને પસંદગી સમિતિના તમામ સભ્યો મળીને 13 ટેસ્ટ રમવાનો અનુભવ હોવાના મુદ્દે તેમણે પોતાની વાત કરી હતી. તેમને જ્યારે પુછવામાં આવ્યું કે પસંદગી સમિતિના અનુભવ અંગે થઇ રહેલી વાતોથી શું તમને દુખ થાય છે, ત્યારે…
ભારતીય ક્રિકેટ ટીમના પ્રતિભાશાળી યુવા બેટ્સમેન અને પોતાની કેપ્ટનશિપમાં ભારતીય અંડર-19 ટીમને ચેમ્પિયન બનાવનાર પૃથ્વી શો ડોપ ટેસ્ટમાં ફેલ જતાં બીસીસીઆઇઍ તેના પર 8 મહિનાનો પ્રતિબંધ લાદ્યો છે. બીસીસીઆઇઍ કુલ ત્રણ ક્રિકેટર પર આ પ્રતિબંધ મુક્યો છે, જેમાં પૃથ્વી શો ઉપરાંત રાજસ્થાનના દિવ્ય ગજરાજ અને વિદર્ભના અક્ષય દુલ્લારવારનો સમાવેશ થાય છે. બીસીસીઆઇ દ્વારા જારી કરાયેલી પ્રેસ રિલિઝમાં જણાવાયા અનુસાર મુંબઇ ક્રિકેટ ઍસોસિઍશન સાથે નોંધાયેલા પૃથ્વી શોઍ ઇન્દોરમાં 22 ફેબ્રુઆરી 2019૯ના રોજ સૈયદ મુશ્તાક અલી ટ્રોફીની ઍક મેચ દરમિયાન બીસીસીઆઇના ઍન્ટી ડોપિંગ ટેસ્ટ કાર્યક્રમ હેઠળ પોતાના યુરિન સેમ્પલ ઉપલબ્ધ કરાવ્યો હતો. આ સેમ્પલના ટેસ્ટમાં મોટાભાગે કફ સિરપમાં જાવા મળતો ટેરબુટાલિન હોવાનું…