ભારતની માજી વર્લ્ડ ચેમ્પિયન મહિલા બોક્સર ઍલ સરિતા દેવી સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં યોજાનારી વર્લ્ડ ચેમ્પિયનશિપ દરમિયાન રચાનારા ઇન્ટરનેશનલ બોક્સિંગ ઍસોસિઍશન (ઍઆઇબીઍ)ના ઍથ્લીટ કમિશનના સભ્ય બનવા માટે નોમિનેટ થઇ છે. 37 વર્ષિય બોક્સર સરિતા દેવી 8 વાર ઍશિયન ચેમ્પિયનશિપમાં મેડલ જીતી છે. જેમાં 5 ગોલ્ડનો સમાવેશ થાય છે. હાલમા તે ઇન્ડિયન બોક્સિંગ ફેડરેશનની કાર્યકારી કમિટીમાં ઍથ્લીટ પ્રતિનિધિ છે. ઇન્ડિયન બોક્સિંગ ફેડરેશને વિશ્વ સંસ્થામાં પદ માટે તેનું નામ પસંદ કર્યુ છે. ઍઆઇબીઍ ઍથ્લીટ કમિશન પહેલીવાર વર્લ્ડ ચેમ્પિયનશિપ દરમિયાન મતદાન દ્વારા રચવામાં આવશે. મણીપુરની આ લાઇટવેઇટ કેટેગરીની અનુભવી બોક્સરે કહ્યું હતું કે નિશ્ચિત પણે મારા માટે નોમિનેટ થવું ઍ ગર્વની વાત છે. પણ હું સમજુ…
કવિ: Sports Desk
નોર્થ સાઉન્ડના વિવિયન રિચાર્ડ્સ સ્ટેડિયમ પર રમાઇ રહેલી પ્રથમ બિન સત્તવાર ટેસ્ટના પહેલા દિવસે ભારત-ઍ ટીમે શાહબાજ નદીમની 5 વિકેટની મદદથી વેસ્ટઇન્ડિઝ-ઍને 228 રને ઓલઆઉટ કર્યા પછી ભારતીય ટીમે ગુરૂવારે બીજા દિવસે વિકેટકીપર બેટ્સમેન રિદ્ધિમાન સાહાની નોટઆઆઉટ 61 રનની તેમજ શિવમ દુબેની 71 રનની જોરદાર ઇનિંગની મદદથી 8 વિકેટે 299 રન બનાવી લીધા હતા. રમત બંધ રહી ત્યારે સાહા 61 રમતમાં હતો. આ સાથે જ ભારતીય ટીમે 71 રનની સરસાઇ મેળવી લીધી છે. ગુરૂવારે 1 વિકેટે 70 રનના સ્કોર પરથી ભારતીય ટીમે દાવ આગળ ધપાવ્યો તે પછી પ્રિયાંક પંચાલ અર્ધસદી ચુક્યો હતો અને તે 49 રને આઉટ થયો હતો. તે…
રશિયામાં આગામી વર્લ્ડ ચેમ્પિયનશિપમાં મેડલ જીતનારા ભારતીય બોક્સરોને આવતા વર્ષે ઓલિમ્પિક્સ ક્વોલિફાયર માટે નેશનલ ટીમમાં સીધો પ્રવેશ મળી જશે. બોક્સિંગના હાઇ પરફોર્મન્સ નિર્દેશક સેન્ટિયાગો નીવાઍ આ માહિતી આપી હતી. રશિયામાં યોજનારી વર્લ્ડ ચેમ્પિયનશિપને ઓલિમ્પિક્સ ક્વોલિફાયરનો દરજ્જા નથી. ઇન્ટરનેશનલ ઓલિમ્પિક્સ કમિટીઍ ઇન્ટરનેશનલ બોક્સિંગ ઍસોસિઍશનને 2020 ટોક્યો ઓલિમ્પિક્સ માટે ક્વોલિફાયર યોજવાથી અટકાવી દીધા છે. ઍઆઇબીઍમાં વહીવટી અને નાણાકીય અનિયમિતતાના આરોપને કારણે આ નિર્ણય લેવાયો હતો. આઇઓઍ દ્વારા હવે ક્વોલિફાયર્સ પણ પોતાના હાથમાં લઇ લેવાયા છે. આ પ્રક્રિયા જાન્યુઆરીમાં શરૂ થશે જ્યારે ઍશિયા ઓશિયાના ક્ષેત્રની ક્વોલિફાયર રમાશે. હજુ તેની તારીખો નક્કી થઇ નથી.
આયરલેન્ડ સામેની ઍકમાત્ર ટેસ્ટમાં પહેલા દાવમાં માત્ર 85 રને ઓલઆઉટ થયેલી ઇંગ્લેન્ડની ટીમે બીજા દાવમાં જેક લીચ અને જેસન રોયની અર્ધસદીની મદદથી બીજા દિવસના અંતે 9 વિકેટે 303 રન બનાવી લીધા હતા. રમત બંધ થઇ ત્યારે સ્ટુઅર્ટ બ્રોડ 21 અને ઓલી સ્ટોન શૂન્ય રને રમતમાં હતા. આયરલેન્ડની પહેલા દાવની 122 રનની સરસાઇને કાપતાં હવે ઇંગ્લેન્ડની સરસાઇ 181 રનની થઇ ગઇ છે. નાઇટ વોચમેન તરીકે ઓપનીંગ કરવા આવેલા સ્પિનર જેક લિચે 92 રનની જોરદાર ઇનિંગ રમી બુધવારે નાઇટ વોચમેન તરીકે ઓપનીંગ કરવા માટે ઉતારાયેલા લીચે ધારણા કરતાં સારી રમત બતાવીને 92 રનની ઇનિંગ રમી હતી. તેણે જેસન રોય સાથે 145 રનની…
ભારતીય ક્રિકેટ ટીમની ટી-શર્ટ પર સપ્ટેમ્બરથી ઓપ્પોના સ્થાને હવે ઓનલાઇન લર્નિંગ ઍપ બાયજુસનો લોગો આવી જવાનો છે ત્યારે ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઇ)ના કેટલાક અધિકારીઓનું ઍવું માનવું છે કે જા ઓપ્પો સ્પોન્સર તરીકે હટી જવા માગતું હતું તો તે પછી ઍક પારદર્શક પ્રક્રિયા હેઠળ નવા સ્પોન્સરને પસંદ કરવો જાઇતો હતો, તેનાથી બોર્ડને સારી ડીલ કરવાની તક મળી હોત. બીસીસીઆઇના ઍક સિનિયર અધિકારીઍ જણાવ્યું હતું કે માત્ર સ્પોન્સરશિપ રાઇટ્સ ટ્રાન્સફર કરવાને બદલે નવેસરથી હરાજી કરવાની પ્રક્રિયાનું પાલન કરાયું હોત તો તેનાથી ફાયદો થયો હોત અને સમગ્ર પ્રક્રિયા પારદર્શક પણ રહી હોત. અધિકારીઍ કહ્યું હતું કે આજની તારીખે પારદર્શકતા પહેલા કરતાં વધુ…
ભારતીય શટલર પીવી સિંધુ અને બી સાઇ પ્રણીતે ગુરૂવારે પોતપોતાની સિંગલ્સ મેચ જીતી લઇને જાપાન ઓપનની ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કરી લીધો હતો. જો કે કિદામ્બી શ્રીકાંતને હરાવનાર ઍચઍસ પ્રણોય બીજા રાઉન્ડમાં હારીને આઉટ થયો હતો, જ્યારે પુરૂષ ડબલ્સમાં સાત્વિક સાઇરાજ રંકીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીની જોડી જીતીને આગળ વધી છે. અહીં પાંચમી ક્રમાંકિત સિંધુઍ ઍક કલાક સુધી ચાલેલી મેચમાં બિન ક્રમાંકિત સ્થાનિક ખેલાડી આયા ઓહોરીને હરાવવા માટે મહેનત કરવી પડી હતી. સિંધુઍ મહિલા સિંગલ્સની બીજા રાઉન્ડની મેચમાં આયા ઓહોરીને 11-21, 21-10, 21-13થી હરાવીને કવાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. ઓહોરી સામે સિંધુનો રેકોર્ડ હવે 8-0 થઇ ગયો છે. હવે તેનો સામનો ચીનની…
ચાઇનીઝ મોબાઇલ કંપની ઓપ્પોઍ પોતાના સ્પોન્સરશિપ રાઇટ્સ ઓનલાઇન ટ્યુટોરિયલ કંપની બાયજુસને હવાલે કરી દીધા હોવાથી ભારતીય ટીમની સત્તવાર ટી-શર્ટ પર સપ્ટેમ્બરથી નવી બ્રાન્ડ નેમનો લોગો આવી જશે, ઍવી જાહેરાત બીસીસીઆઇ દ્વારા આજે કરવામાં આવી હતી. બીસીસીઆઇ દ્વારા ઍક નિવેદનમાં જણાવાયું હતું કે હાલની ટીમની સ્પોન્સર કંપની ઓપ્પો મોબાઇલ ઇન્ડિયા લિમિટેડની તમામ જવાબદારીઓ બાયજુસ ટેક ઓવર કરી લેશે. તેમા વધુમાં જણાવાયું છે કે પાંચમી સપ્ટેમ્બર 2019થી 31 માર્ચ 2022 સુધી ટીમના સત્તાવાર સ્પોન્સર તરીકે ભારતની અગ્રગણ્ય ઍજ્યુકેશન ઍન્ડ લર્નિંગ ઍપ બાયજુસને આવકારતા આનંદ અનુભવે છે. બીસીસીઆઇ અને ઓપ્પો વચ્ચે 2017થી પાંચ વર્ષના ગાળા માટે રૂ. 1079 કરોડનો કરાર થયો હોવાનું કહેવાયું…
ભારતીય બ્લાઇન્ડ ક્રિકેટ ટીમે વેસ્ટઇન્ડિઝ પ્રવાસમાં રમાયેલી પહેલી ટી-20 ઇન્ટરનેશનલ મેચમાં જમૈકાને 238 રને હરાવીને મોટો પરાજય આપ્યો હતો. ભારતીય ટીમે પહેલા બેટિંગ કરીને સુનિલ રમેશની સદીની મદદથી 287 રનનો સ્કોર બનાવ્યો હતો અને તે પછી જમૈકાની ટીમને માત્ર 48 રનમાં ઓલઆઉટ કરીને મેચ 238 રને જીતી લીધી હતી. ભારતીય ટીમ વતી ઓપનર દીપક મલિક અને વેંકટેશ્વર રાવે 82 રનની ભાગીદારી કરીને સારી શરૂઆત અપાવી હતી. 53 રન કરીને વેંક્ટેશ્વર રાવ આઉટ થયો તે પછી સુનિલ રમેશે બાજી સંભાળીને 107 રનની જારદાર નોટઆઉટ ઇનિંગ રમીને સ્કોરને 287 રન સુધી પહોંચાડી દીધો હતો. ભારતના આ વિશાળ સ્કોર સામે જમૈકાની ટીમના બેટ્સમેન…
આર્જેન્ટીનાની ફૂટબોલ ટીમના કેપ્ટન લિયોનલ મેસી પર ઍક મેચનો પ્રતિબંધ લગાવી દેવાયો છે. તેની સાથે જ તેને 1500 ડોલર અર્થાત અંદાજે 1 લાખ રૂપિયાનો દંડ પણ ફટકારાયો છે. મેસીઍ સાઉથ અમેરિકન ફૂટબોલ ઍસોસિઍશન પર ભ્રષ્ટાચારનો આરોપ મુક્યો હતો. કોપા અમેરિકા ટુર્નામેન્ટમાં ત્રીજા સ્થાન માટે આર્જેન્ટીના અને ચીલી વચ્ચે રમાયેલી મેચમાં મેસીને રેડ કાર્ડ બતાવાયું હતું. મેચ પછી મેસીઍ સાઉથ અમેરિકાના ફૂટબોલ અધિકારીઓ ભ્રષ્ટ હોવાનો આરોપ મુક્યો હતો. આ મેચ આર્જેન્ટીના 2-1થી જીત્યું હતું. આ પ્રતિબંધને કારણે મેસી 2022ના ફટબોલ વર્લ્ડકપ માટેની ક્વોલિફાયર મેચમાં રમી શકશે નહી.
આગામી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં પહેલીવાર ઍક ફેરફાર આવી રહ્યો છે અને તે ફેરફાર અનુસાર હવે ટેસ્ટની સફેદ ટી-શર્ટ પર વન ડે અને ટી-૨૦ની જેમ નામ અને નંબર જાવા મળશે. 22 ઓગસ્ટે જ્યારે ભારતીય ટીમ વેસ્ટઇન્ડિઝ સામે ઍન્ટીગા ખાતે પહેલી ટેસ્ટ રમવા ઉતરશે ત્યારે તેમાં બે નંબરની ટી-શર્ટનો કદાચ જ ઉપયોગ કરવામાં આવશે. સચિન તેંદુલકરની 10 નંબરની ટી-શર્ટ અને મહેન્દ્ર સિંહ ધોનીની 7 નંબરની ટી-શર્ટ. સચિનની 10 નંબરની ટી-શર્ટને તો બીસીસીઆઇઍ બિનસત્તાવાર રીતે રીટાયર જ કરી દીધી છે. ત્યારે સવાલ ઍ છે કે શું ધોનીની 7 નંબરની ટી-શર્ટ મામલે પણ ઍવો કોઇ નિર્ણય લેવાશે કે પછી ટેસ્ટમાં ઍ નંબર કોઇ ખેલાડીને…