હૈદરાબાદ : આઇપીઍલની 12મી સિઝનની ટ્રોફી પોતાના હસ્તક વિજેતા ટીમના કેપ્ટનને સોંપવાની ઇચ્છા સીઓઍના સભ્ય ડાયેના ઍદલજીઍ વ્યક્ત કરતાં ઍવોર્ડ વિતરણ સમારોહ વિવાદમાં સપડાવાની સંભાવના ઊભી થઇ હતી, જો કે કાર્યવાહક સચિવ અમિતાભ ચૌધરીઍ આઇપીઍલ સીઅોઅો હેમાંગ અમીનને મોકલાયેલા ઍક પત્રને જાઇને ડાયેના ઍદલજીઍ જીદ કરવાનું માંડી વાળ્યું હતું. બીસીસીઆઇના ઍક અઘિકારીઍ કહ્યું હતું ઍદલજીઍ જયપુરમાં મહિલાઓની ટી-20 ચેલેન્જ સ્પર્ધામાં વિજેતા ટીમને ટ્રોફી આપી હતી અને તેથી તેઓ આઇપીઍલની વિજેતા ટીમને ટ્રોફી આપવા માગતા હતા, જોકે આઇપીઍલની પરંપરા રહી છે કે વિજેતા ટીમને બીસીસીઆઇ અધ્યક્ષ જ ટ્રોફી ઍનાયત કરે છે અને કાર્યવાહક સચિવે લખેલા પત્રમાં સ્પષ્ટ કરાયુ હતું કે જે…
કવિ: Sports Desk
મેડ્રિડ : ટોચના ક્રમાંકિત નોવાક જોકોવિચે અહીં મેડ્રિડ ઓપનની ફાઇનલમાં ગ્રીસના ખેલાડી સ્ટેફાનોસ સિટસિપાસને 6-3, 6-4થી હરાવીને ક્લે કોર્ટ ટુર્નામેન્ટમાં પોતાનું ત્રીજું ટાઇટલ જીતવાની સાથે 33 મું ઍટીપી માસ્ટર્સ 1000નો ખિતાબ પોતાના નામે કર્યો હતો. પોતાના વિજય પછી જોકોવિચે કહ્યું હતું કે ગ્રાન્ડ સ્લેમ પછી ઍટીપીની આ સૌથી મોટી ટુર્નામેન્ટ છે. તે જીતવી મહત્વપૂર્ણ હોવાની સાથે જ સારું પણ છે. વિશ્વના નંબર વન ટેનિસ સ્ટાર જોકોવિચે ગ્રીક ખેલાડીને હરાવવા માટે 1 કલાક અને 32 મિનીટનો સમય લીધો હતો. ઍટીપી રેન્કિંગમાં સતત 250 અઠવાડિયા સુધી ટોચના સ્થાને ચાલી રહેલા જોકોવિચે વર્ષનું આ બીજું ટાઇટલ જીત્યું હતું. જોકોવિચે વર્ષની શરૂઆતમાં જ ઓસ્ટ્રેલિયન…
નવી દિલ્હી : ભારતના પ્રતિભાશાળી ફુટબોલ ખેલાડીઅોને આગામી ઍફસી બાયર્ન યુવા કપ ફાઇનલ્સમાં સારું પ્રદર્શન કરવાની આશા છે. બેંગ્લુરૂની આર્મી બોયઝ સ્કુલ ઍફસી બાયર્ન યુવા કપની નેશનલ ચેમ્પિયન બની હતી, તે પછી 19મી મેના રોજ રમાનારી વર્લ્ડ ફાઇનલ્સ માટે તેમને ભારતનું પ્રતિનિધિત્વ કરવાની તક મળી છે. ટીમના ખેલાડીઓઍ કહ્યું હતું કે અમને હજુ પણ વિશ્વાસ નથી થતો કે અમે વર્લ્ડ ફાઇનલ્સમાં દેશનું પ્રતિનિધિત્વ કરીશું. અમારા ખભા પર મોટી જવાબદારી છે અને ઍ અમારા માટે સન્માનની વાત પણ છે. અમે ટુર્નામેન્ટમાં સારા પ્રદર્શનથી દેશનું નામ ઉંચુ કરવા માટે પ્રતિબદ્ધ છીઍ. ટીમ આ ટુર્નામેન્ટ માટે જર્મનીના મ્યુનિચ શહેરમાં પ્રોફેશનલ કોચની દેખરેખમાં તૈયારી…
હૈદરાબાદ : ચેન્નઇ સુપર કિંગ્સના કોચ સ્ટીફન ફ્લેમિંગે આઇપીએલની હાલ પુરી થયેલી સિઝનમાં બેટિંગમાં ખરાબ પ્રદર્શન પછી આધેડ થઇ રહેલી ટીમમાં ફેરફારની જરૂર હોવાની વાત સ્વીકારી હતી. ચેન્નઇની કોર ટીમની સરેરાશ ઉમંર 34 વર્ષની છે. આ ટીમે ગત વર્ષે ટાઇટલ જીત્યું હતું અને આ વર્ષે ફાઇનલમાં હારી ગઇ હતી.ફ્લેમિંગ અને કેપ્ટન મહેન્દ્ર સિહ ધોનીએ બેટિંગમાં સારા પ્રદર્શનની જરૂરિયાત પર ભાર મુક્યો હતો. કોચ ફ્લેમિંગે કહ્યું હતું કે જો તમે એક વર્ષ જીતો અને બીજા વર્ષે ફાઇનલ રમો તો પ્રદર્શન સારું કહેવાય. અમે માનીએ છીએ કે આ એક આધેડોની ટીમ છે. અમારે નવેસરથી ટીમ તૈયાર કરવા માટે વિચારવું પડશે. તેમણે કહ્યું…
મુંબઇ ઇન્ડિયન્સે આઇપીએલની 12મી સિઝનની ફાઇનલમાં ચેન્નઇ સુપર કિંગ્સને 1 રને હરાવીને ચોથીવાર આઇપીએલ ચેમ્પિયન બની હતી. મુંબઇ ઇન્ડિયન્સના ખેલાડીઓએ મોડી રાત સુધી આઇપીએલ ચેમ્પિયનશિપની ઉજવણી કરી હતી અને આ દરમિયાન મજાક મસ્તીનો લાંબો દોર ચાલ્યો હતો. મુંબઇ ઇન્ડિયન્સની ટીમ ચોથીવાર આઇપીએલ ટાઇટલ જીતી તેની ઉજવણી કરતી વખતે રોહિત શર્માએ રેપ સોંગ ગાયું હતું અને તેમાં તેને યુવરાજ સિંહનો સાથ મળ્યો હતો. બંને જણા પુરા લય સાથે આ ગીત ગાતા જોવા મળ્યા હતા. મુંબઇ ઇન્ડિયન્સ દ્વારા પોતાની યુટ્યૂબ ચેનલ પર રોહિત અને યુવરાજના આ રેપ સોંગનો વીડિયો શેર કરવામાં આવ્યો હતો.
હૈદરાબાદ : રવિવારે ચેન્નઇ સુપર કિંગ્સને 1 રને હરાવીને મુંબઇ ઇન્ડિયન્સે 1 રને આઇપીએલની ફાઇનલમાં વિજય મેળવીને ચોથીવાર આઇપીએલ ટાઇટલ જીતી લીધું હતું. આ સાથે જ તે ટાઇટલની રેસમાં ચેન્નઇથી આગળ નીકળી છે. આઇપીએલની 12મી સિઝન શરૂ થઇ ત્યારે બંને ટીમોના નામે 3-3 ટાઇટલ બોલતા હતા, અને હવે આ સિઝન પુરી થઇ છે ત્યારે મુંબઇ ચેન્નઇ પર એક ટાઇટલની સરસાઇ ધરાવતું થયું છે. રવિવારે રમાયેલી ફાઇનલ પછીની કેટલીક રસપ્રદ આંકડાકીય માહિતી પર નજર નાખીએ મુંબઇ ઇન્ડિયન્સ બની ચાર ટાઇટલ જીતનારી પહેલી ટીમ રવિવારે રમાયેલી ફાઇનલમાં ચેન્નઇ સુપર કિંગ્સને 1 રને હરાવીને મુંબઇએ આઇપીએલનું પોતાનું ચોથું ટાઇટલ જીત્યું હતું. આ સાથે…
હૈદરાબાદ : મુંબઇ ઇન્ડિયન્સના બેટ્સમેન કિરોન પોલાર્ડ પોતાની વિસ્ફોટક બેટિંગથી તો જાણીતો છે જ પણ કોઇ મુદ્દે મેદાન પર વિરોધ કરવાની તેની પદ્ધતિને કારણે પણ તે ચર્ચામાં રહે છે. રવિવારે અહીં ચેન્નઇ સુપર કિંગ્સ સામેની આઇપીએલની ફાઇનલમાં અમ્પાયર દ્વારા વાઇડ બોલ ન આપવામાં આવતા તે નિર્ણય સામે તેણે પોતાનો વિરોધ કરવાનો નોખો અંદાજ બતાવ્યો હતો. અંતિમ ઓવરમાં પહેલો બોલ વઇડ બોલની ટ્રેમ લાઇનથી દૂર રહ્યો પણ અમ્પાયરે તે વાઇડ ન આપ્યો તે પછી બીજો બોલ પણ ટ્રેમ લાઇનથી બહાર રહ્યો તેને પણ અમ્પાયરે વાઇડ આપ્યો નહોતો. હકીકતમાં પોલાર્ડ ત્રણેય સ્ટમ્પ કવર કરીને ટ્રેમ લાઇનની ઘણી નજીક રહીને રમી રહ્યો હતો…
હૈદરાબાદ : મુંબઇ ઇન્ડિયન્સે રવિવારે અહીં રમાયેલી આઇપીએલની ફાઇનલમાં ચેન્નઇ સુપર કિંગ્સને 1 રને હરાવીને ઇન્ડિયન પ્રીમિયર લીગ 2019નું ટાઇટલ જીતી લીધી હતું, આ સાથે જ આઇપીએલમાં ચાર ટાઇટલ જીતનારી મુંબઇ એકમાત્ર ટીમ બની હતી. આઇપીએલની 12મી સિઝન પુરી થતાંની સાથે જ એવોર્ડ આપવામાં આવ્યા હતા. ઇમરાન તાહિરને પર્પલ કેપ જ્યારે ડેવિડ વોર્નરને ઓરેન્જ કેપ મળી હતી. આ સિવાય પણ કેટલાક એવોર્ડ આપવામાં આવ્યા હતા. દરેક વિજેતાને 10 લાખ રૂપિયાનુ ઇનામ અપાયું હતું. આઇપીએલમાં એવોર્ડ વિજેતાઓની સંપૂર્ણ યાદી ફાઇનલમાં પ્લેયર ઓફ ધ મેચ : જસપ્રીત બુમરાહ (14 રનમાં બે વિકેટ) સૌથી વેલ્યુએબલ પ્લેયર : આન્દ્રે રસેલ (કુલ 510 રન, 11…
સાઉધેમ્પટન : પાકિસ્તાનના ઇંગ્લેન્ડ પ્રવાસની અહીં રમાયેલી બીજી વનડેમાં જાસ બટલરે વિસ્ફોટક બેટિંગ કરીને 55 બોલમાં 9 છગ્ગા અને 6 ચોગ્ગાની મદદથી નોટઆઉટ 110 રન વિંઝી કાઢ્યા હતા. તેના સિવાય જેસન રોયે 87, જોની બેયરસ્ટોઍ 51 અને ઇયોન મોર્ગને નોટઆઉટ 71 રન ફટકારતાં ઇંગ્લેન્ડે નિર્ધારિત 50 ઓવરમાં 3 વિકેટે 373 રનનો વિશાળ સ્કોર બનાવી લીધો હતો. 374 રનના વિશાળ લક્ષ્યાંક સામે પાકિસ્તાન વતી ફખર ઝમાને પણ તોફાની સદી ફટકારી હતી છતાં તેની ટીમ 12 રને મેચ હારી ગઇ હતી. મેચમા બંને ટીમ મળીને કુલ 734 રન થયાં બટલરના 55 બોલમાં 110 રન ઉપરાંત રોય, બેયરસ્ટો અને મોર્ગનની અર્ધસદીના પ્રતાપે ઇંગ્લેન્ડે…
મુંબઇ : ભારતીય ટીમના માજી દિગ્ગજ ક્રિકેટર સચિન તેંદુલકરે પોતે બોલિંગ કરતો હોય તેવો ઍક વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો, 46 વર્ષિય સચિને વિનોદ કાંબલીને બોલિંગ કરતો આ વીડિયો શેર કરતાં લખ્યું હતું કે વિનોદ કાંબલીને બોલિંગ કરતા ઘણું સારું લાગ્યું. શિવાજી પાર્કમાં બાળપણની યાદ તાજી થઇ. ઘણાં અોછા લોકો ઍ જાણે છે કે હું અને વિનોદ ઍક જ ટીમમાંથી રમતા હતા અને ક્યારેય ઍકબીજા સામે રમ્યા નથી. Felt great to be back in the nets with @vinodkambli349 during the @tendulkarmga lunch break! It sure took us back to our childhood days at Shivaji Park… ? Very few…