સુરતઃ ઉધનામાં માતા અને બાળકોને આઇસરની ટક્કર, બે બાળકોના મોત, મહિલાનું પણ સારવાર દરમિયાન મોત

0
57

સુરતના ઉધના વિસ્તારમાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત ઉધના બસ સ્ટોપની સામે થયો હતો, જેમાં ડ્રાઈવર પૂરપાટ ઝડપે આઈસર ચલાવી રહ્યો હતો. અકસ્માતમાં હેપ્પી શર્મા અને સમર્થ શર્માનું સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું જ્યારે માતાની સારવાર ચાલી રહી છે. મોડી સાંજે સારવાર દરમિયાન માતાનું પણ મોત થયું હતું

ઈજાગ્રસ્ત મહિલા અને મૃતક બાળકોને સિવિલ હોસ્પિટલમાં લઈ જવાયા હતા
સુરતના ઉધના વિસ્તારમાં એક અકસ્માતની ઘટના સામે આવી છે. આઈસર ચાલકે બે બાળકો અને એક મહિલાને ટક્કર મારી હતી. જેમાં બંને બાળકોના ઘટનાસ્થળે જ કરૂણ મોત નિપજ્યા હતા. જ્યારે મહિલાની હાલત નાજુક છે. તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. સમગ્ર ઘટનાને લઈને લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. હાલ તો પોલીસે પણ અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરી છે.

આઈસર ચાલક પૂરપાટ ઝડપે આવી રહ્યો હતો. તેણે ત્યાંથી પસાર થઈ રહેલા બે બાળકો અને એક મહિલાને ટક્કર મારી હતી. અકસ્માતમાં બાળક અને મહિલા બંને ફસાઈ ગયા હતા. માથામાં ગંભીર ઈજાના કારણે બંને બાળકોનું ઘટનાસ્થળે જ દર્દનાક મોત નિપજ્યું હતું. બીજી તરફ અકસ્માત બાદ આઈસરનો ચાલક ફરાર થઈ ગયો હોવાનું જાણવા મળ્યું હતું. અકસ્માતને પગલે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા.

લોકોની મદદથી 108 મહિલાઓને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. અકસ્માતની જાણ થતા પોલીસ કાફલો પણ ઘટના સ્થળે પહોંચી ગયો હતો. પોલીસે આ સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. આ સાથે રોષે ભરાયેલા લોકોએ ત્યાં આઈસરની તોડફોડ કરી હતી, પોલીસે આઈસર જપ્ત કરીને તપાસ શરૂ કરી હતી.

સિવિલ હોસ્પિટલના ડોક્ટર ઓમકાર મિશ્રાએ જણાવ્યું કે બે બાળકો અને તેમની માતાને સ્કૂલ ડ્રેસમાં હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. અહી સારવાર પહેલા બંને બાળકોના મોત નિપજ્યા હતા. માતાની સારવાર ચાલી રહી છે. બંને બાળકો શાળાએ જતા હતા ત્યારે આ ઘટના બની હતી. બાળકો પાસેથી મળેલા આઈ-કાર્ડ મુજબ, એક બાળકની ઓળખ હેપ્પી શર્મા અને સમર્થ દેવકી નંદન શર્મા (7) તરીકે થઈ છે, જેઓ પાંડેસરા આર્વિભવ સોસાયટીમાં રહેતા હતા. સારવાર દરમિયાન મોડી સાંજે મહિલાનું પણ મોત થયું હતું.