કવિ: Sports Desk

ઓસ્ટ્રેલિયાના ઍક મીડિયા જૂથ પર દાખલ કરાયેલો 2,11,000 ડોલરની માનહાનીનો કેસ વેસ્ટઇન્ડિઝનો સ્ટાર ક્રિકેટર ક્રિસ ગેલ જીતી ગયો છે. મીડિયા જૂથ કેસ વિરુદ્ધની અપીલ હારી ગયું છે. ઓસ્ટ્રેલિયાના ઍક કોર્ટે કહ્યું હતું કે અખબારોઍ કોઇપણ ભોગે દંડ ભરવો પડશે. માજી મીડિયા જૂથ ફેરફેક્સે ગેલ પર ઍવો આરોપ મુક્યો હતો કે તેણે 2015ના વર્લ્ડકપ દરમિયાન સિડનીના ડ્રેસિંગ રૂમમાં મસાજર મહિલાને પોતાનું ગુપ્તાંગ બતાવ્યું હતું. ગેલે આ આરોપને ફગાવતા દાવો કર્યો હતો કે 2016માં અખબારોમાં તબક્કાવાર છપાયેલા અહેવાલો દ્વારા આ પત્રકારો મને બરબાદ કરવા માગતા હતા. 2018માં કોર્ટે ગેલની તરફેણમાં ચુકાદો આપ્યો, તે પછી ત્રણ અખબારોઍ ફરી કોર્ટમાં તેની સામે અપીલ કરી,…

Read More

બાંગ્લાદેશે શ્રીલંકા સામે આ મહિનાના અંતે રમાનારી 3 મેચની વનડે સિરીઝમાંથી પોતાના ઓલરાઉન્ડર શાકિબ અલ હસનને આરામ આપ્યો છે. આ સિવાય બેટ્સમેન લિટન દાસે અંગત કારણોસર પોતે ઉપલબ્ધ ન હોવાનું જણાવ્યું છે. આ બંનેના સ્થાને ટીમમાં સ્પિનર તાઇઝુલ ઇસ્લામ અને ટોપ ઓર્ડરના બેટ્સમેન અનામુલ હકની પસંદગી કરવામાં આવી છે. કેપ્ટન તરીકે મશરફી મોર્તઝાને જાળવી રખાયો છે. વર્લ્ડકપની ટીમમાં સામેલ ઍવા અબુ ઝાયેદને આ ટીમમાં સ્થાન મળ્યું નથી. તે વર્લ્ડકપમાં ઍકપણ મેચ રમી શક્યો નહોતો. બાંગ્લાદેશની ટીમ કોલંબોમાં 26, 28 અને 31 જુલાઇઍ 3 વન ડે રમશે.  શ્રીલંકા પ્રવાસ માટેની બાંગ્લાદેશની વન ડે ટીમ : મશરફી મોર્તઝા (કેપ્ટન), તમીમ ઇકબાલ, સૌમ્ય…

Read More

ન્યુઝીલેન્ડની ટીમના મુખ્ય કોચ ગેરી સ્ટેડનું કહેવું છે કે વર્લ્ડકપની ફાઇનલ મેચ ટાઇ થઇ અને તે પછી સુપર ઓવર પણ ટાઇમાં ફેરવાઇ ત્યારે કોઇ ઍક ટીમને વિજેતા જાહેર કરવાને બદલે ઇંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડને સંયુક્ત વિજેતા જાહેર કરવા જાઇતા હતા. કીવી ટીમના મુખ્ય કોચની વાતમાં બેટિંગ કોચ ક્રેગ મેકમિલને પણ સૂર પુરાવ્યો હતો અને કહ્યું હતું કે જા ન્યુઝીલેન્ડ અને ઇંગ્લેન્ડને સંયુક્ત વિજેતા જાહેર કરાયા હોત તો તે ફાઇનલની યોગ્ય પુર્ણાહુતિ ગણાઇ હોત. સ્ટેડે પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું હતું કે જ્યારે તમે 7 અઠવાડિયાથી રમી રહ્યા હોવ, અને ફાઇનલના દિવસે પણ તમે બરોબરી પર જ રહો તો આ બાબતે વિચારણા થવી…

Read More

પ્રો કબડ્ડી લીગની ૭મી સિઝન શરૂ થવા આડે ગણતરીના દિવસો બાકી રા છે ત્યારે યુપી યોદ્ધા ટીમ દ્વારા હાલની સિઝન માટે પોતાના નવા કેપ્ટનના નામની જાહેરાત કરી દીધી છે. દિલ્હીમાં ઍક કાર્યક્રમ દરમિયાન ૨૦ વર્ષિય નિતેશ કુમારને પોતાનો નવો કેપ્ટન યુપી યોદ્ધા દ્વારા જાહેર કરવામાં આવ્યો છે. નિતેશ કુમારને પાછલી સિઝનમાં સારી રમત બતાવવાનું ફળ કેપ્ટન સ્વરૂપે મળ્યું છે. આ ઉપરાંત ટીમ દ્વારા નવી ટી શર્ટ પણ લોન્ચ કરવામાં આવી છે. ટીમના કોચ અર્જુને નિતેશને કેપ્ટન બનાવવા પાછળનું કારણ તેની ડિફેન્સના ખેલાડી હોવાનું ગણાવ્યું છે. ડિફેન્ડર હોવાને કારણે તે રેડ કરવા મામલે સાથીઓને ટિપ્સ આપી શકે છે અને તેના ઍ…

Read More

ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીઍ વર્લ્ડકપ પછી આરામ કરવાનો કરેલો વિચાર પડતો મુકીને હવે વેસ્ટઇન્ડિઝના પ્રવાસે જવાની તૈયારી બતાવી છે. વર્લ્ડકપની સેમી ફાઇનલમાં ટીમના પરાજય પછી કોહલીની કેપ્ટનશિપ સામે સવાલો થવા માંડ્યા હતા અને તેના સ્થાને રોહિત શર્માને વનડે ટીમનું સુકાન સોંપવાની તૈયારી થવા માંડી હતી, ત્યારે કોહલીઍ હવે વિન્ડીઝ પ્રવાસે જવાની તૈયારી બતાવી હોવાના અહેવાલ છે. ભારતીય ટીમ વેસ્ટઇન્ડિઝ સામે ૩ ઓગસ્ટથી 3 સપ્ટેમ્બર વચ્ચે 3 ટી-20, 3 વનડે અને 2 ટેસ્ટની સિરીઝ રમવાની છે. ઍક અખબારના અહેવાલ અનુસાર વિરાટ કોહલી હવે આ પ્રવાસે જઇ શકે છે. ઍવું માનવામાં આવે છે કે કેપ્ટનશિપ છીનવાઇ જવાની સંભાવનાને ધ્યાને લઇ કોહલીઍ…

Read More

સર્વકાલિન મહાન બેટ્સમેનમાં જેની ગણતરી થાય છે તે દિગ્ગજ સચિન તેંદુલકરે બનાવેલી પોતાની વર્લ્ડકપ ઇલેવનમાં વિરાટ કોહલી સહિત પાંચ ભારતીય ખેલાડીનો સમાવેશ કર્યો છે, જા કે આ ટીમમાં વિકેટકીપર તરીકે મહેન્દ્ર સિંહ ધોનીને સામેલ કરવાના સ્થાને તેણે ઇંગ્લેન્ડના ઓપનર અને વિકેટકીપર જાની બેયરસ્ટોને ટીમમાં સામેલ કર્યો છે. સચિને પસંદ કરેલી આ ટીમનું સુકાન વિરાટ કોહલીને સ્થાને કેન વિલિયમ્સનને સોંપવામાં આવ્યું છે. સચિનની આ વર્લ્ડકપ ટીમમાં વિરાટ કોહલી ઉપરાંત રોહિત શર્મા, હાર્દિક પંડ્યા, જસપ્રીત બુમરાહ અને રવિન્દ્ર જાડેજાનો સમાવેશ કરાયો છે. આ ઉપરાંત બાંગ્લાદેશના ઓલરાઉન્ડર શાકિબ અલ હસનને પણ તેમાં સ્થાન મળ્યું છે. વર્લ્ડકપ ફાઇનલમાં ઇંગ્લેન્ડ માટે સ્ટાર પુરવાર થયેલા બેન…

Read More

ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઇ)ઍ મંગળવારે મેન્સ ક્રિકેટ ટીમના મુખ્ય કોચ સહિતના સપોર્ટ સ્ટાફની નિમણૂંક માટે અરજીઓ મગાવી છે. તેના માટે યોગ્યતા જે માપદંડ નક્કી કરાયા છે તે અનુસાર મુખ્ય કોચની વય 60 વર્ષથી ઓછી હોવી જાઇઍ અને સાથે જ તેને ઓછામાં ઓછો 2 વર્ષનો અનુભવ પણ હોવો જાઇઍ. બીસીસીઆઇ દ્વારા મુખ્ય કોચ ઉપરાંત બેટિંગ કોચ, બોલિંગ કોચ, ફિલ્ડીંગ કોચ, ફિઝિયોથેરાપિસ્ટ, સ્ટ્રેન્થ ઍન્ડ કન્ડિશનિંગ કોચ તેમજ વહીવટી મેનેજરની નિમણૂંક કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. આ તમામ પદ માટે અરજી કરવાની ડેડલાઇન તારીખ 30 જુલાઇના સાંજે 5 વાગ્યા સુધીનો રાખવામાં આવ્યો છે. જુલાઇ 2017માં રવિ શાસ્ત્રીને ટીમના મુખ્ય કોચ તરીકે…

Read More

મહેન્દ્ર સિંહ ધોની ક્રિકેટમાંથી નિવૃત્તિ લઇ લેશે ઍવા સમાચાર જાર શોરથી ચાલી રહ્યા છે ત્યારે ઍક ન્યૂઝ ચેનલે ધોનીના ઍક મિત્રના હવાલાથી ઍવા સમાચાર ચલાવ્યા છે કે ધોની ક્રિકેટમાંથી નિવૃત્તિ પછી દેશ સેવા કરવા માગે છે અને તે સૈન્ય પાસે વિશ્વમાં સૌથી દુર્ગમ ગણાતા વિસ્તાર સિયાચિનમાં પોસ્ટિંગ મેળવવા ઇચ્છે છે. જા કે આ સમાચારને સત્તાવાર કોઇ સમર્થન મળ્યું નથી. ન્યૂઝ ચેનલના જણાવ્યા અનુસાર ધોનીના મિત્રનું કહેવું છે કે ધોનીની ઍવી ઇચ્છા છે કે તેને થોડા મહિના સિયાચિનમાં પોસ્ટિંગ આપવામાં આવે. તેણે ઍવું ઉમેર્યુ હતું કે ધોની ટૂંકમાં જ સૈન્યનો સંપર્ક કરીને પોતાની ઇચ્છા દર્શાવી શકે છે. ધોની ભારતીય સૈન્યની ટેરિટોરિયલ…

Read More

બીસીસીઆઇ ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય કોચ સહિતના સપોર્ટ સ્ટાફ સંબંધે ટૂંકમાં જ અરજી મગાવી શકે છે. વેસ્ટઇન્ડિઝ સામેના આવતા મહિનાના પ્રવાસ પછી સપોર્ટ સ્ટાફનો કરાર પુરો થતો હોવાથી રવિ શાસ્ત્રી સહિતના સપોર્ટ સ્ટાફે તેના માટે ફરીથી અરજી કરવી પડશે. ટીમના સપોર્ટ સ્ટાફમાં રવિ શાસ્ત્રી, બોલિંગ કોચ ભરત અરુણ, બેટિંગ કોચ સંજય બાંગર અને ફિલ્ડીંગ કોચ આર શ્રીધરનો સમાવેશ થાય છે. 3 અોગસ્ટથી 3 સપ્ટેમ્બર સુધીના વેસ્ટઇન્ડિઝ પ્રવાસને કારણે તેમનો કાર્યકાળ 45 દિવસ લંબાવાયો છે. આ તમામ ઇચ્છે તો નવેસરથી અરજી કરી શકે છે. જો કે ટીમને નવા ટ્રેનર અને ફિઝિયો મળશે ઍ નક્કી છે. કારણકે ટીમના ટ્રેનર શંકર બસુ અને…

Read More

રવિવારે ઇંગ્લેન્ડ સામેની ફાઇનલ ન હારવા છતાં હારેલા જાહેર થયેલા ન્યુઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમ્સને ઍવું કહ્યું હતું કે ઍ સ્વીકારવું મુશ્કેલ છે કે ચોગ્ગા અને છગ્ગાની સંખ્યાને આધારે મારી ટીમ વર્લ્ડકપથી વંચિત રહી ગઇ. તેણે કહ્યું હતું કે તમે હસો કે રડો, તે તમારો નિર્ણય છે. વધુમાં તેણે ઉમેર્યું હતું કે કોઇને ગુસ્સો નથી, માત્ર નિરાશા છે જે અમે સૌ અનુભવી રહ્યા છીઍ. કેટલીક બાબતો આપણા અંકુશ હેઠળની નથી હોતી. મેચ પછીની પ્રેસ કોન્ફરન્સમાં તેને જ્યારે બાઉન્ડરી સંબંધી નિયમ અંગે સવાલ કરાયો ત્યારે તે બોલ્યો હતો કે તમે કદી ઍવું વિચાર્યુ હતું કે આવા સવાલ પુછી શકાશે, મે પણ કદી…

Read More